Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ગોંડલ રોડ વિસ્તારમાં રહેતી સગીરા ઘરેથી નિકળ્યા બાદ લાપતા : અપહરણનો ગુનો

રાજકોટ તા. ૨૦ : ગોંડલ રોડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ ગોંડલ રોડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી  એ-ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિ:ધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:04 pm IST)