Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સ્લમ કવાટર પાસે બહેનના પૈસા માગતા યોગેશભાઇને બે ભત્રીજાએ મારમાર્યો

પ્રૌઢની પ્રનગર પોલીસમાં નિલુ અને વિશાલ સામે ફરિયાદ

રાજકોટ તા. ૨૦ : જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં બહેનના પૈસા માગવા ગયેલા પ્રૌઢને તેના બે ભત્રીજાએ પ્લાસ્ટીકના પાઇપ વડે માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ સ્લમ કવાર્ટર નં. ૧૩૪માં રહેતા યોગેશભાઇ રઘુભાઇ ચૌહાણ (ઉ.૫૦) એ પ્રનગર પોલીસ મથકમાં બાજુમાં રહેતા સગાભાઇ અશોકભાઇ બે દીકરા નિલુ અને વિશાલ સામે ફરિયાદ નોંધાવી છે. યોગેશભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે ડ્રાઇવીંગ કરે છે. ગઇકાલે રાત્રે પોતે કચ્છ ભુજથી ઘરે આવતા ભાઇના બંને દિકરા નિલુ અને વિશાલ પોતાના ઘર પાસે બેઠા હોઇ પોતે તેને કહેલ કે 'મારા ઘર પાસે કેમ બેઠા છો અને મારી બહેનના :પિયા તમે ગઇકાલે કેમ લીધા હતા' તેમ કહેતા આ બંને પોતાની સાથે જોરજોરથી અવાજ કરી ઝઘડો કરવા લાગેલ જેથી પોતે ઝઘડો કરવાની ના પાડતા બંને ઉશ્કેરાઇ જઇ પોતાને ગાળો દેવા લાગ્યા હતા. પોતે તેને ગાળ આપવાની ના પાડતા વિશાલે પ્લાસ્ટીકનો પાઇપ લાવી પોતાને માથાના ભાગે અને વાસાના ભાગે માર મારતા પોતે રાડારાડી કરતા પોતાની બંને કહેવા લાગેલ કે 'જો તુ આ બાબતે ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું' તેમ કહી ભાગી ગયા હતા. બાદ પોતાને દુઃખાવો ઉપડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે યોગેશભાઇએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. કલ્પેશસિંહ ગોહિલે તપાસ હાથ ધરી છે.

(4:44 pm IST)