Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

કાલથી પાંચ દિવસ રાજકોટમાં ગિરિરાજજી ગુણગાન મહોત્‍સવ

દ્વિતીય પીઠ વૈષ્‍ણવાચાર્ય ગો.૧૦૮ વાગધીશજી મધુરવાણી રસપાન કરાવશેઃ શોભાયાત્રા

રાજકોટઃ જગતગુરૂ દ્વિતીય પીઠાધીશ્વર ગોસ્‍વામી ૧૦૦૮ શ્રી કલ્‍યાણ રાયજી મહારાજશ્રી (નાથદ્વારા-ઇન્‍દોર) તેમજ દ્વિતીયપીઠ યુવરાજ ગોસ્‍વામી ૧૦૮ શ્રી હરિરાયજી મહોદયશ્રીની પ્રેરણાથી રાજકોટમાં તા.૨૧,બુધવારથી તા. ૨૫ સુધી, શ્રી જશુબાઇ મંડાણમાં શ્રી ગિરીરાજજી ગુણવાન મહોત્‍સવનું દિવ્‍ય આયોજન થયેલ છે. દ્વિતીય પીઠ વૈષ્‍ણવાચાર્ય ગો.૧૦૮ શ્રી વાગધીશજી મહોદયશ્રી આચાર્યપીઠ પર બિરાજી શ્રી ગીરીરાજજી ગુણગાનનું મધુરવાણી દ્વારા રસપાન કરાવશે. સ્‍ટેજ પાસે ગિરીરાજજીના સ્‍વરૂપ (શિલાજી) બનાવાશે. જેથી વૈષ્‍ણવો પ્રવચન બાદ ગિરીરાજજીની પરિક્રમા આરતીનો લાભ લઇ શકશે.કાલે તા.૨૧ મી બુધવારે બપોરેના ૩ વાગ્‍ય શોભાયાત્રા, શ્રી બાલકૃષ્‍ણલાલ હવેલીએથી પ્રસ્‍થાન થઇ કથા શ્રી જશુબાઇ મંડાણ-લાલજી પારેખની શેરી, હવેલી રોડ ખાતે વાજતે-ગાજતે-કિર્તન મંડળી-રાસમંડળી અને  વૈષ્‍ણવ ભાઇ-બહેનો સાથે પહોંચશે. મુખ્‍ય મનોરથી પરિવાર ગો.વા. જ્‍યોત્‍સનાબેન કનૈયાલાલ પાટડીયા પરિવારના શ્રી મનીષભાઇ, ધ્રુવીલભાઇ વિગેરે  દ્વારા પુજન-આરતી બાદ રસપાનનો વકતા પૂ.પા.ગો. ૧૦૮શ્રી વાગધીશજી મહોદયશ્રી પ્રારંભ કરશે. દરરોજ બપોરના ૪ થી ૭ સુધી કાર્યક્રમ રહેશે. સાથે કિર્તનકારો પણ સંગાત આપશે.
કાર્યક્રમનું યુ-ટયુબ ચેનલ દ્વિતિય પીઠ નાથદ્વારા પર લાઇવ પ્રસારણ થશે. પૂ.પા.ગો.શ્રી વાગધીશજી મહોદયશ્રીનો રાજકોટમાં મૂકામ સોની મનુભાઇ એ-વનને ત્‍યાં કુંજગલી-૧૧, ગુંદાવાડી ખાતે રહેશે.
વૈષ્‍ણવોને આ કાર્યક્રમમાં સહપરિવાર મુખ્‍ય મનોરથી પરિવારના મનીષભાઇ પાટડીયા તથા આયોજન સમિતિના અરવિંદભાઇ પાટડીયા  (મો.૭૦૧૬૪૫૨૬૧૧) શૈલેષભાઇ પાટડીયા, અંતુભાઇ સોની, ભરતભાઇ પાટડીયા, અરવિંદભાઇ ભેંસાણીયા, સુરેશભાઇ રૈયાણી, હર્ષદભાઇ જોગી, કેતનભાઇ પીત્રોડા, પરસોત્તમભાઇ કોટડીયા, મેહુલભાઇ ભગત, મીલન રાણપરા, કિશોરભાઇ ફીચડીયા, હસુભાઇ ફીચડીયા તથા ગોપી મંડળના બહેનો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)


 

(4:07 pm IST)