Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

વેસ્‍ટર્ન રેલ્‍વે મજદૂર સંઘના ઝોનલ વર્કિંગ સેક્રેટરી તરીકે સક્રિય કર્મચારી અગ્રણી હિરેન મહેતાની વરણીઃ કર્મચારીઓમાં હર્ષોલ્લાસ

રાજકોટ, તા. ર૦ : વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ ના શ્રી હિરેન મહેતાની વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ માં ઝોનલ સ્‍તર પર વકિર્ંગ જનરલ સેક્રેટરી તરીકે વરણી થતાં રાજકોટના રેલવે કર્મચારીઓમાં હર્ષોલ્લાસ છવાયો છે.

હિરેન મહેતા ડિવિઝનલ સેક્રેટરી WRMS રાજકોટ ની જણાવેલ યાદી મુજબ  ૧૯૮૨ થી છેલ્લા ૪૦ વર્ષ થી રેલ કર્મચારીઓના હક અને હિત માટે અનેક આંદોલનો અને સતત સંઘર્ષ કરનાર સક્રિય કર્મચારી અગ્રણી શ્રી હિરેન મહેતા ની વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ ના ઝોનલ સ્‍તર પર વકિર્ંગ જનરલ સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવેલ છે.  હિરેન મહેતા ની વરણી થતા રાજકોટ ડિવિઝન ના રેલ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. સમગ્ર વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ ના વિવિધ ડિવિઝન ના પદાધિકારીઓ અભિનંદન આપતા ખૂબ સફળતા અને પ્રગતિની શુભેચ્‍છાઓ આપી રહ્યા છે. (મો. નં.૯૭ર૪૦ ૯૪૦૮૯)

(4:44 pm IST)