Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જે.પી. નડ્ડા રાજકોટમાં: ભવ્‍ય સ્‍વાગત-રોડ શો-મહાસંમેલનમાં જનપ્રતિનિધિઓ ઉમટયા

રાજકોટઃ ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે બપોરે ૩ વાગ્‍યા આસપાસ હવાઇમાર્ગે રાજકોટ આવી પહોંચતા શહેર-જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા સ્‍વાગત કરાયું હતું. સ્‍વાગત અને કાર્યક્રમ સ્‍થળે મંચ પર પરસોતમ રૂપાલા, વજુભાઇવાળા, ભારતીબેન શિયાળ, રત્‍નાકરજી, વિનોદ ચાવડા, રજની પટેલ, ભરત બોઘરા, રાઘવજી પટેલ, મોહનભાઇ કુંડારિયા, પુનમબેન માડમ, રાજેશ ચુડાસમા, રમેશ ધડુક, નારણભાઇ કાછડીયા, રામભાઇ મોકરીયા, અરવિંદ રૈયાણી, દેવાભાઇ માલમ, આર.સી.મકવાણા વિગેરે ઉપસ્‍થિત રહેલ. જીતુ વાઘાણી, ગોવિંદભાઇ પટેલ, કમલેશ મીરાણી, ઉદય કાનગડ  વિગેરે પણ ઉપસ્‍થિત રહેલ. શ્રી નડાના માનમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયેલ. આ લખાય છે ત્‍યારે શ્રી નડા કાર્યક્રમ સ્‍થળે પહોંચ્‍યા છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(4:28 pm IST)