Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ભાજપ રેકોર્ડબ્રેક જીત મેળવશે, ગુજરાત વિરોધીઓને પ્રોજેકટ કરનારને પ્રજા કદી સ્‍વીકારશે નહીઃ પાટીલ

રાજકોટમાં જે.પી.નડાની હાજરીમાં સંમેલનમાં પ્રદેશ પ્રમુખના પ્રહારો

રાજકોટ, તા., ર૦: ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડાની હાજરીમાં ૩ વાગ્‍યા બાદ રેસકોર્ષમાં રાજયભરના ભાજપના ચુંટાયેલા પ્રતિનિધિઓનું સંમેલન શરૂ થયું છે. જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર પ્રહારો કર્યા હતા.
શ્રી પાટીલે જણાવેલ કે ગુજરાતમાં ભાજપને રેકોર્ડબ્રેક જીત મળશે. ગુજરાત વિરોધીઓને ટીકીટ આપી મુખ્‍યમંત્રી તરીકે પ્રોજેકટ કરનારને ગુજરાત કદી સ્‍વીકારશે નહી. આ ગુજરાતમાં રોટલો અને ઓટલો બંને મળી રહે છે. ગુજરાતમાં ભાજપની  ભવ્‍ય જીત થશે.

 

(4:31 pm IST)