Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

રાજકોટ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં કિશોરીઓ માટે લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળમાંથી સલાડ બનાવવાની હરીફાઈનું આયોજન કરાયું

રાજકોટ:હાલમાં સમગ્ર દેશમાં પોષણ માહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં કિશોરીઓને જરૂરી પોષણ વિશે માહિતગાર કરવા માટે લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળમાંથી સલાડ બનાવવાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરીએ આવનારા ભવીષ્યમાં દેશની પોષણ સાયકલમાં મહત્વનો ભાગ ભજવનાર છે ત્યારે જિલ્લની મહત્તમ કિશોરીઓને પોષણયુક્ત આહાર અંગે સવીશેષ સમજૂતી આપી હતી.

(1:03 am IST)