Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

રાજકોટના પેન ગ્રુપ દ્વારા ઓનલાઇન ફર્નિચર બિઝનેશ તરફ કદમ : 'ઇનોડિઝાઇન્સ'નો પ્રારંભ

રાજકોટ તા. ૨૦ : વિવિધ બિઝનેશમાં રૂચી ધરાવતા ગુજરાતના પાન ગ્રુપે સૌપ્રથમવાર ઇનોડીઝાઇન્સ નામે ઓનલાઇન ફર્નિચર બિઝનેશની શરૂઆત કરી છે. ગ્રાહકો, સ્થાનિક સુથારો અને નાના મધ્યમ કદના ઉત્પાદકોએ તૈયાર કરેલા ઉત્પાદનો www.innodesigns.in વેબસાઇટ પર જઇને ઓર્ડર મુકી ફર્નિચર તેમજ હોમ ઇમ્પ્રુવમેન્ટ ચીજો મેળવી શકાશે.

પેન પરિવારના ઉદ્યોગસાહસિક નીધિના આ નવા સાહસમાં તેમને અનુભવી પ્રોફેશનલ નીતિ મેકરનો સહયોગ મળ્યો છે. ઇનોવેટીવ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ઇનોડિઝાઇન્સ ઓનલાઇન ફર્નિચરના બિઝનેશને તેઓ આગળ વધારવા માંગે છે. દક્ષિણ ભારતના બે શહેર કોચી અને કોઇમ્બતુરથી શરૂ કરીને ઇનોડિઝાઇન્સ તેની હાજરી દેશ વ્યાપી બનાવવાનું ધ્યેય રાખેલ છે.

ઇનોડિઝાઇન્સનું પ્લેટફોર્મ પ્રતિભાશાળી સુથારો તથા નાના અને મધ્યમ ઉત્પદાકોને મોટી તક પુરી પાડવાની સાથે ગ્રાહકોને ઓછા ખર્ચે કુશળ કામદારોએ તૈયાર કરેલ ભિન્ન પ્રકારના ફર્નિચરનો લાભ આપશે. પસંદગીમાં અનુભવનો માપદંડ રખાયો હોવાથી ગ્રાહકોને ગુણવતાયુકત ફર્નિચર મળી રહેશે. તેમ ઇનોડિઝાઇન્સના સીઇઓ નીતિ મેકરે જણાવેલ છે.

(2:40 pm IST)