Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

એસ. ટી. ડ્રાઇવરની ફરજમાં રૂકાવટ કરીને મારકૂટના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ર૦: સરકારી નોકર ઉપર ફરજ દરમ્યાન હિચકારો હુમલા કરી, ઢીકા-પાટુનો માર મારી, ફરજમાં રૂકાવટ કરી, ગાળો આપવાના ગુન્હામાં આરોપીનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ બનાવની હકીકત એવી છે કે, આરોપી રમેશભાઇ પોપટભાઇ પરસાણા વિરૂધ્ધ એસ.ટી. ડ્રાઇવર રમેશભાળ મુળુભાઇ બોરીચાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ લખાવેલ કે, ફરીયાદી ડ્રાયવર રમેશભાઇ મુળુભાઇ બોરીચા જામનગરથી ગોંડલ રૂટની બસ લઇ રાજકોટદ માધાપર ગામ નજીક પહોંચતા ત્યાં આરોપી રમેશભાઇ પોપટભાઇ પરસાણા ત્રીપલ સવારીમાં એસ.ટી. બસથી ત્રણ કિલોમીટર આગળ જતા હતા અને તેઓ ઓવર ટેક કરવાનો પ્રયત્ન કરતા હતા. અને ફરીયાદી ડ્રાઇવર રમેશભાઇ મુળુભાઇ બોરીચાએ ઓવર ટેક ન કરવા દેતા આરોપી રમેશભાઇ પોપટભાઇ પરસાણાએ પોતાનું વાહન બસ આગળ ઉભું રાખી ફરીયાદી ડ્રાયવર રમેશભાઇ મુળુભાઇ બોરીચાને દરવાજામાંથી ખેંચી લઇને ધોકો લઇને મુંઢ માર મારેલ અને ગાળો આપેલ અને ફરજમાં રૂકાવટ કરેલ.

આ કામે ફરીયાદપક્ષ દ્વારા ફરીયાદી ડ્રાયવર રમેશભાઇ મુળુભાઇ બોરીચા, કંડકટર નવનિતભાઇ જીવરાજભાઇ સગર ત્થા અન્ય નજરે જોનાર સાહેદોની જુબાની લેવામાં આવેલ ત્થા જુદા-જુદા દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલ અને વિસ્તૃત દલીલ કરવામાં અને આરોપી દ્વારા લેવામાં આવેલ બચાવ ત્થા કરવામાં આવેલ મૌખિક દલીલ ત્થા રજુ કરવામાં આવેલ સર્વોચ્ચ અદાલત તથા જુદી-જુદી ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઇ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ.

આ કામે આરોપી તરફે એડવોકેટશ્રી નિલેશ સી. ગણાત્રા, અમીત એમ. મેવાડા, દર્શનાબેન એમ. નૈયાર, પાર્થ એ. અમૃતિયા ત્થા હિતેષ એચ. રાવલ રોકાયેલા હતા.

(2:42 pm IST)