Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

બેડીના ફલકુ ડેમના કાંઠેથી વૃધ્ધ નાજાભાઇની કોહવાયેલી લાશ મળી

વૃધ્ધનુ હાર્ટ એટેકથી મૃત્યુ થયાની શંકા : કારણ જાણવા ફોરેન્સીક પીએમ કરાવાયુ

રાજકોટ,તા. ૨૦ : મોરબી રોડ પર બેડીના ફલકુ ડેમના કાંઠેથી વૃધ્ધથી કોહવાયેલી લાશ મળી આવતા કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ બેડીના ફલકુ ડેમના કાંઠે એક અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ પડી હોવાની ઢોર ચરાવતા ભરવાડ યુવાને પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ એન.આર.વાણીયા તથા રાઇટર જયદીપભાઇ લાઠીયા અને કિશનભાઇ સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા મૃતક પાસેથી મળેલી એક પ્લાસ્ટીકની કોથળીમાં એક નંબરની ચીઠ્ઠી મળતા પોલીસે તે નંબર પર સંપર્ક કરતા મૃતક આજીડેમ ચોકડીએ શિવધારા પાર્કમાં રહેતા નાજાભાઇ થોભણભાઇ મુંઘવા (ઉવ.૬૫) હોવાનું ખુલ્યુ હતું. મૃતક વૃધ્ધ અપરણીત હોય, એકલવાયુ જીવન જીવતા હતા તે ગામ પાસે મેલડીમાતાના મંદિર પાસે રહેતા હતા. પાંચેક દિવસ પહેલા નહાવા ગયા હોય અને હાર્ટએટેક આવતા પડી જતા વૃધ્ધનું મૃત્યુ નિપજ્યુ હોવાની પોલીસ શંકા વ્યકત કરી છે. વૃધ્ધનું મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ફોરેન્સીક પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે 

(2:43 pm IST)