Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ટુ વ્હીલર અને આઠ ફોર વ્હીલર ચોરીમાં સામેલ શાહબાઝ ફરી ચોરાઉ એકસેસ સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એમ.એમ.ઝાલાની ટીમે ખોડીયારનગરમાંથી પકડી પાડ્યો

રાજકોટ,તા. ૨૦ : ગોંડલ રોડ ખોડીયારનગરમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ એકસેસ સાથે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર આવેલા ખોડીયારનગરમાં એક શખ્સ ચોરાઉ મોટરસાયકલ સાથે ઉભો હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ. કિરતસિંહ ઝાલા તથા દિપકભાઇ ડાંગરને બાતમી મળતા ખોડીયારનગર શેરી નં. ૧માંથી શાહબાઝ ઉર્ફે શાબલો સતારભાઇ જોબન (ઉવ.૨૦) (રહે. ખોડીયારનગર શેરી નં. ૧)ને ચોરાઉ એકસેસ સાથે પકડી લીધો હતો. શાહબાઝ અગાઉ ટુ વ્હીલર ચોરીમાં માલવીયાનગર ભકિતનગર અને આજીડેમ પોલીસ મથકમાં પકડાઇ ચુકયો છે. તેમજ અગાઉ આઠ જેટલી ફોર વ્હીલ ચોરીમાં પણ એસ.ઓ.જી.એ પકડાયો હતો. તે પાસામાં પણ જઇ ચૂકયો છે.

(2:45 pm IST)