Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

રાજકોટમાં નવેમ્બરમાં ઓપન ગુજરાત રાજય યોગાસન અને સૂર્યનમસ્કાર ચેમ્પિયનશીપ

૧૫ વર્ષથી ઉપરના ભાઈ- બહેનો ભાગ લઈ શકશેઃ નામ નોંધણી ચાલુ

રાજકોટઃ ફિટ ઈન્ડિયાના ઉદ્ેશ્ય સાથે રાજકોટમાં ધ ડિવાઈન યોગા ફિટનેસ સ્ટુડિયો અને ડો.અર્જુનસિંહ રાણા સ્પોર્ટસ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે ઓપન ગુજરાત રાજય યોગાસન અને સૂર્યનમસ્કાર ચેમ્પિયનશીપ ૨૦૨૧નું આયોજન થઈ રહ્યું છે.

આ સ્પર્ધામાં ૧૫ વર્ષથી ઉપરના તમામ ભાઈઓ તથા બહેનો ભાગ લઈ શકશે. સ્પર્ધાની તા.૨૭- ૨૮ નવેમ્બરના શ્રીશ્રી રવિશંકર એકેડેમી રાજકોટ ખાતે યોજાશે. ફી રૂ.૨૫૦ રાખેલ છે.

ધ ડિવાઈન યોગા ફિટનેસ સ્ટુડિયોના મેનેજિંગ ડિરેકટર અર્જુન ઠાકર, ચાંદનીબેન મેહતા, હાર્દિકભાઈ પટેલ તથા સ્પર્ધાના માર્ગદર્શન ડો.અર્જુનસિંહ રાણા (વાઈસ ચાન્સેલર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, નોડેલ ઓફિસર અને બ્રાન્ડ એમ્બેસેડર ફિટ ઈન્ડિયા મુવમેન્ટ, ગુજરાત રાજય) તમામ પ્રવૃતીની દેખરેખ રાખી રહ્યા છે.

સ્પર્ધામાં નામ રજીસ્ટર કરવાની છેલ્લી તા.૧૦ નવેમ્બર છે. વિજેતા થનારને મેડલ, ટ્રોફી તથા સર્ટિફિકેટ આપીને સન્માનીત કરવામાં આવશે. વધુ માહિતી માટે મો.+૯૧ ૯૧૦૬૩ ૭૫૭૪૩ અથવા ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. ધ ડિવાઈન યોગા ફિટનેસ સ્ટુડિયો, વિરાણી ચોક પાસે વિરાણી હાઈસ્કૂલ સામે રાજકોટ.

(4:05 pm IST)