Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

મલ્ટી લેવલ પાર્કિંગની વાતો કરનારા ભાજપ શાસકો પાર્કિંગ ચાર્જ કેવી રીતે લ્યે ? : ભાનુબેન સોરાણી

હવા શુદ્ધ કરવાના માત્ર અભ્યાસ કરવાના રૂ. ૭૭ લાખ ચૂકવી દેવાશેઃ સ્ટેન્ડીંગ કમિટીની પ્રજા વિરોધી દરખાસ્તો સામે વિપક્ષી નેતાનો આક્રોશ

રાજકોટ, તા. ૨૦ :. શહેરીજનોને મલ્ટી લેવલ પાર્કિંગના સપના બતાવનારા ભાજપ શાસકોનો પ્રજા માથે નવો પાર્કિંગ ચાર્જ વસુલવાના કારસા સામે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ આક્રોશ વ્યકત કર્યો છે અને સાથોસાથ આજની સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કરાયેલ પ્રજા વિરોધી દરખાસ્ત સામે પણ આક્રોશ વ્યકત કર્યો છે.

આ અંગે  રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે આજે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાજપ દ્વારા જે દરખાસ્તો મંજુર કરવામાં આવેલ છે તે દરખાસ્તનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે રાજકોટ મહાનગરપાલિકા એ રાજકોટ શહેર માટેની પાર્કિંગ પોલીસી દરખાસ્ત તેનાથી પ્રજાની હાલત કફોડી કરી છે ત્યારે શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા ૧૯૯૮ થી આજ દિવસ સુધીમાં એક પણ  T.P.સ્કીમ ૧૦૦% અમલીકરણ કરવામાં નિષ્ફળ નીવડી છે તેમજ રાજકોટ શહેરની બીજી કોઈપણ T.P. સ્કીમમાં ૧૦૦% અમલીકરણ કરવાનું કામ છેલ્લા ૨૦ વર્ષથી હાથ ધરવામાં આવેલ નથી તેમજ શહેરમાં મંજુર થયેલ  T.P.સ્કીમોના પ્લોટોમાં દબાણ થયા છે તે દુર કરવાનું કામ પણ મહાનગરપાલિકાના  T.P. વિભાગનું જ હોય તે કરી શકી નથી જયારે રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોનમાં કે જયાં વધુ ટ્રાફિક અને ભીડભાડ વાળા વિસ્તારમાં પાર્કિંગ ની અતિ જરૂર જણાતી હોય અને ટ્રાફિકનું સુવ્યવસ્થા માટે રાજકોટ મહાનગરપાલિકા પાસે ૫૦૦ ચો.મીટર કરતા વધુ જગ્યા અને સુવિધા ધરાવતો એક પણ પાર્કિંગ પ્લોટ નથી તેમજ ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, કોટક શેરી, કડિયા નવ લાઈન, ગરેડીયા કુવા રોડ, સોની બજાર, પેલેસ રોડ, કરણસિંહજી મેઈન રોડ, સહિતના રાજકોટ શહેરના ગીચ વિસ્તારમાં પાર્કિંગ સુવિધા આપવામાં મનપાનું નીંભર તંત્ર ફરી ઝડપાયું છે જે રાજય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે તા.૧૬/૦૨/૨૦૨૧ના રોજ પત્ર મોકલ્યા બાદ કામગીરી કરવાની શરુ કરેલ હતી.

રાજકોટ મહાનગરપાલિકાએ જે પાર્કિંગ પોલીસી બનાવી છે તે બાબતે ભાનુબેને વધુમાં જણાવ્યું છે કે રાજકોટ શહેરના વાહન પાર્કિંગ ચાર્જીસ પ્રજાના ખિસ્સાના પરસેવાની કમાણી માંથી વસુલવા માટે જે પોલીસી બનાવી છે તે બાબતે અમારો સખ્ત વિરોધ છે અને પ્રજા પર ભાજપે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો તેમજ PNG-CNGનો ભાવમાં વધારો ઝીંકી પ્રજાને હેરાન-પરેશાન કરવામાં પાછીપાની કરી નથી તેવામાં પ્રજા પર આ પાર્કિંગ ચાર્જીસનો બોજો નાખી પ્રજાની હાલત કફોળી બનાવી છે

રાજકોટ શહેરમાં ટુ વ્હીલર માટેના રસ્તા ઉપર અને શેરી-ગલીના ૦ થી ૩ કલાકના રૂ.૫ વસુલશે, ૩ થી ૬ કલાકના રૂ.૧૦ વસુલશે, ૬ થી ૯ કલાકના રૂ.૧૫ વસુલશે, ૯ થી ૧૨ કલાકના રૂ.૨૦ઙ્ગ વસુલશે અને ૧૨ થી ૨૪ કલાકના રૂ.૨૫ વસુલવા માટેની પોલીસી દ્યડી છે જયારે રાજકોટ શહેરમાં પે એન્ડ પાર્કિંગના નામે ઉધાડી લુંટ ચાલી રહી છે એટલામાં આ પાર્કિંગ પોલીસી દ્યડી ભાજપે પ્રજા ના ખિસ્સા ખંખેરવા કારસો છે.

તેઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા ૪ વર્ષથી એક મલ્ટીલેવલ પાર્કિંગ હજુ સુધી બનાવી શકી નથી ત્યારે નવી પાર્કિંગ પોલીસી બનાવી શું કરવા માંગે છે ? અને પ્રજાને દર વર્ષે બજેટમાં નવા નવા સપનાઓ બતાવી એક ને એક યોજના રીપીટ કરી છે અને બજેટ માં લીધેલા કામો માંથી ફકત ૨૦% જેટલા કામો જ થયા હોવાનું સૌ કોઇ જાણે છે.

વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીએ વોર્ડ નં.૧૫માં મૂકેશ પાર્ક – રામપાર્ક ના મેટલીંગ રોડ બનાવવા અંગે જણાવ્યું છે કે અગાઉ પાંચ વર્ષ પહેલા કોંગ્રેસે આ વિસ્તારોમાં મેટલીંગ રોડ અને વિકાસ કામો કરવા માટે રજુઆતો કરેલ હતી ત્યારે મનપાના જવાબદાર અધિકારીઓએ અલગ અલગ બહાના બતાવી કામ ટલ્લે ચડાવ્યું હતું અને કવેરી કાઢેલી હતી કે આ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે જે એરિયામાં કોર્પોરેશન ગ્રાન્ટ ન ફાળવે તેમજ જયાં સુધી સાર્વજનિક પ્લોટ મનપાને ન સોંપે ત્યાં સુધી રાજકોટ મહાનગરપાલિકા વિકાસ કામ હાથ ધરી શકે નહી અને ગ્રાન્ટ ન હોવાના બહાના કાઢ્યા હતા ત્યારે બિલ્ડરના મળતિયા અને અંગત આર્થિકહિત સાચવનારા ભાજપના શાસકો એ પોતાના ઈશારે જ આ કામ થવા દીધું નથી અને કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી જવા આ કામ કર્યું છે.ઙ્ગ તેવું ભાનુબેન સોરાણીએ યાદીના અંતમાં જણાવ્યું છે.

(3:16 pm IST)