Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

જામનગર રોડ પરની વસુધા સોસાયટીમાં એકજ પરિવારના ત્રણને કોરોનાઃ તંત્ર દોડયું

જામનગરનો પ્રવાસ કરીને આવ્યા હતાઃ આસપાસના પ મકાનો ત્થા ૧૪૪ કોન્ટેકટ પર્સનનો સર્વે : આજે બપોર સુધીમાં '૦' કેસઃ હાલ ૪ વ્યકિત સારવારમાં છે જેમાં ૧ વ્યકિત ખાનગી હોસ્પીટલમાં છે

રાજકોટ તા.ર૦ : કોરોના સંક્રમણ ધીમુ પડી રહ્યું છે ત્યાંજ શહેરના જામનગર રોડ પરની વસુધા સોસાયટીમાં એકજ પરિવારના બે મહિલા ત્થા એક પુરૂષ સહીત ૩ નો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા મ.ન.પા.નું આરોગ્ય તંત્રત્ર દોડધામમાં પડી ગયું છે.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારીએ સતાવાર જાહેરાત કર્યા મુજબ ''જામનગર રોડ પર વોર્ડ નં.રમાં આવતી વસુધા સોસાયટી (પ્રે કોલોની પાછળ)માં પ૩ વર્ષીય પુરૂષ કે જેઓ જામનગરનો પ્રવાસ કરી આવ્યા હતા તેઓએ ૧૬ ઓકટોબરે આર.ટી.પી.સી.આર કોરોના ટેસ્ટીંગ કરાવતા તેઓનો  રીપોર્ટ પોઝિટીવ આવેલ તેઓ ખાનગી કોવિડ હોસ્પીટલમા સારવાર હેઠળ છ.ે

જયારે તેઓના પરિવારના જ પર વવર્ષથી મહિલા આજે પ૦ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.

દરમિયાન આરોગ્યની ટીમે દર્દીની આસપાસના પ મકાનોમાં સર્વે કર્યો હતો તેમજ તેઓના કોન્ટેકટમા આવેલા ૧૪૯ લોકોનો સર્વે પણ કર્યો હતો. પરંતુ કોઇનો રિપોર્ટ પોઝીટીવ નથી આવ્યો.

તમામ લોકેએ રસીના બે ડોઝ લીધા છે નોંધનીય છે કે ઉકત ત્રણેય દર્દીએ કોરોના વેકસીનના બંને ડોઝ લઇ લીધા છે.

દરમિયાન આજે બપોરે ૧ર સુધીમાં કોરોનાનો કોઇ નવો કેસ નથી.અને કુલ ૪ દર્દી સારવારમાં છે.

(3:17 pm IST)