Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

મહિલા વકીલ ઉપરના હુમલા સંદર્ભે જવાબદાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગણી

સૌરાષ્ટ્ર જુનિયર એડવોકેટ એશો.ના વકીલો દ્વારા

રાજકોટ તા. ર૦ : મહિલા વકીલ ઉપર હુમલો કરવા, સતાનો ગુરૂપયોગ અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ આજી ડેમના પી.આઇ.ચાવડા અને મહિલા પી.એસ.આઇ. વાળાને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવા સૌરાષ્ટ્ર જુનિયર એડવોકેટ એસોસીએસને માંગણી કરી છે.

ગત તા. ૩/૧૦/ર૦ર૧ ના રોજ રાજકોટની કોર્ટમાં પ્રેકિટસ કરતા અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની સનદ ધરાવતા મહિલા વકીલ ભુમિકાબેનને પોતાના અસીલે લગ્નની લાલચ આપી બળાત્કારના ભોગ બનેલ હોય આવા ગંભીર પ્રકારના ગુનાની ફરીયાદ પોલીસના નોંધતી હોય અને જે બાબતે રજુઆત કરવા મહિલા વકીલ ભુમિકાબેન આજીડેમ પોલીસ સ્ટેશન રાજકોટના પી.આઇ.વિજય ચાવડા પાસે ગયેલ હોય ત્યારે પી.આઇ.વિજય ચાવડાએ ખરાબ વર્તન કરી પી.એસ.આઇ. એમ.ડી.વાળાએ ધકકો મારી પી.આઇ.એ.મહિલા વકીલને ગાળો આપી પી.એસ.આઇ. વાળા તથા અન્ય એક પોલીસ કર્મી ભેગા થઇ મહિલા એડવોકેટ ને સી.સી.ટી.વી.વગરના રૂમમાં લઇ જઇ વાળ પકડી દીવાલમાં માથું પછાડી અને માર મારેલ અને પોતાની સતાનો દુરૂપયોગ કરી અને પોતાની ફરજ બજાવવા ગયેલ વકીલ પર ફરજ રૂકાવટનો ગુન્હો દાખલ કરેલ હતો.

આજીડેમ પોલીસ સ્ટેશનના પી.આઇ.અને મહિલા પી.એસ.આઇ વાળાને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવા સૌરાષ્ટ્ર જુનિયર એડવોકેટ એસોસીએશનએ રાજય પોલીસ વડા અને ગૃહમંત્રી ગુજરાત રાજય સમક્ષ માંગ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે. કે મહિલા વકીલે પણ આ મામલે નામદાર કોર્ટમાં આજીડેમ પી.આઇ.ચાવડા તથા પી.એસ.આઇ. વાળા વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવેલ હોય જેની તપાસ હાલ ચાલુ છે.

સૌરાષ્ટ્ર જુનીયર એડવોકેટ એસોસીએસનના ફાઉન્ડર બળવંતસિંહ રાઠોડ, કો-ફાઉન્ડર જીતેન્દ્ર પારેખ, ચંદ્રસિંહ પરમાર, ચેરમેન શિવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા, પ્રમુખ કુલદીપસિંહ બી.જાડેજા, ભરતભાઇ સોમાણી, રાજેશભાઇ ચાવડા, ગૌતમ ચાવડા, ચંદ્રસિંહ તલાટીયા, મહેન્દ્ર ભાલ, જયરાજસિંહ જાડેજા, વિવેક ધનેશા, અશોક ચાંદપા, વિશાલ સોલંકી હિતેન્દ્ર સોલંકી, રવિભાઇ પરમાર, અનિલભાઇ પણસારા, સત્યદેવસિંહ જાડેજા, નિખીલભાઇ ભટ્ટ, આર.ડી.જાડેજા, ફારૂક ખોરજિયા, જયદીપસિંહ જાડેજા, દીગુભા, ઝાલા સહદેવસિંહ જાડેજા, હનીફભાઇ કટાંરીયા, શકિતસિંહ ગોહિલ, મેઘરાજસિંહ ચુડાસમાં, ફારૂક ખોરજિયા, એજાજ જુનાય, જગદીશ ચોટલીયા, કે.બી.ગઢવી, નિર્મળભાઇ બોરિયા તથા સિનીયર વકીલો આર.ડી.ઝાલા, અશ્વિનભાઇ ગોસાઇ, પી.ટી.જાડેજા, એસ.બી.ગોહીલ, નંદકિશોર ત્રિવેદી, ધર્મીષ્ઠાબા જાડેજા વગેરે સિનિયર-જુનિયર વકીલો દ્વારા જવાબદારોને સસ્પેન્ડની માંગ કરવામાં આવેલ છે.

(3:20 pm IST)