Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પીજીવીસીએલની ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનું એલાન મેનેજમેન્ટ યોગ્ય નહિં કરે તો ૧ લી નવેમ્બરે માસ સીએલ.

તમામ કર્મચારીઓ-અધીકારીઓને રપમીએ રજા રીપોર્ટ મુકવા સુચના

પીજીવીસીએલના કર્મચારીઓ-ઇજનેરોની આજની હડતાલ મોકૂફ રહી છે... ૩૦મી સુધીનો એમ.ડી.ને સમય અપાયો છેઃ દરમિયાન જીબીઆ અને એજી વિકાસની બનેલી ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિએ ૩૦ ઓકટોબર સુધીમાં મેનેજમેન્ટ સાથે થયેલ મુદાઓનું નિરાકરણ નહિ આવે તો ૧લી નવેમ્બરે માસ સી.એલ.નું ફરી એલાન આપ્યું છે. ત્યારબાદ પણ ઉગ્ર આંદોલન ચાલુ રહેશેઃ તમામ કર્મચારીઓ-ઇજનેરોને રપમી સુધીમાં રજા રીપોર્ટ મુકવા આદેશો મેનેજમેન્ટ વહાલા-દવલા નીતિ અપનાવતું હોવાનાં આક્ષેપો.

(3:22 pm IST)