Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

વોર્ડ નં. ૧૧ના પટેલનગર સોસાયટીમાં છેલ્લા ૧પ દિ'થી પાણીના ધાંધીયાઃ લોકો ત્રાહીમામ

પાણીની સમસ્યા ઉકેલવા વેસ્ટ ઝોનમાં અને કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જૈ સે થે જોવા મળતા વિસ્તારવાસીઓનું ટોળુ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ ઘસી આવ્યુઃ રજૂઆત

પટેલનગર સોસાયટીમાં છેલ્લા ૧પ દિ'થી પાણીના ધાંધીયા સર્જાતા વિસ્તારવાસીઓનું ટોળુ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ રજૂઆત માટે ઘસી આવ્યુ હતું અને આ સમસ્યા તાકિદે ઉકેલવા માંગ કરી હતી. (તસ્વીર : અશોક બગથરીયા) 

રાજકોટ તા. ર૦ :.. શહેરના વોર્ડ નં. ૧૧ ના પટેલનગર સોસાયટીમાં છેલ્લા ૧પ દિ'થી પાણી વિતરણમાં ધાંધીયા સર્જાતા વિસ્તારવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ સમસ્યા ઉકેલવા આજે લતાવાસીઓનું ટોળુ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ ઘસી આવ્યુ હતું.

વોર્ડ નં. ૧૧ માં આવેલ પટેલનગર કો.ઓ.હા.સો લીમીટેડમાં છેલ્લા કેટલાક સમયથી રપ લીટર પણ પાણી આવતુ નથી તેમની રજુઆત ઘણીવાર વેસ્ટઝોનમાં કરેલ છે પરંતુ પાણીનો કોઇપણ જાતનો નીકાલ થતો નથી. સોસાયટીમાં પહેલા સવારે ૯ વાગ્યાનો સમય હતો તે અત્યારે ે સાંજના ૪ વાગ્યે પાણી આવે છે. તથા પાણીનો ફોર્સથી બિલકુલ આવતુ નથી  છેલ્લા ૧પ દિવસાથી જ પાણી થોડુ આવે છેુ એમાં પણ ગટગરની વાસ આવે છે. જે ફરીયાદ થતા પટેલનગર મેઇન રોડ પર શેરી નં.૧૦ના ખુણે ખાડા ખોદી  મુકી દીધા છ.ે છેલ્લા ૧ર દિવસથી ખાડા બુરાતા નથી.

આ અંગે વિસ્તારવાસીઓએ જણાવ્યું હતું કે,

અંગે વોર્ડના કોર્પોરેટરો તથા તંત્ર વાહકોને અનેક વખત રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જૈ સે થે જોવા મળી રહી છે.

અંતમાં લતાવાસીએ પટેલનગર સોસાયટીમાં પાણીની સમસ્યા તાકીદે ઉકેલવા માંગ કરી હતી.

(3:39 pm IST)