Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

નાનામૌવા ચોક-સાધુ વાસવાણી રોડના પ્લોટ ફટાકડાના સ્ટોલ માટે ભાડે અપાશેઃ કાલે મ.ન.પા. દ્વારા હરરાજી

રાજકોટઃ આગામી દિવાળીના તહેવારો નિમિત્તે ફટાકડાના સીઝનલ ધંધા માટે સ્ટોલ કરવા રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના નાનામવા ચોક તથા સાધુ વાસવાણી રોડ પરના ગ્રાઉન્ડની ફાળવણી અંગે જાહેર હરરાજી કાલે તા. ૨૧ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે રાખવામાં આવેલ છે. હરરાજીમાં ભાગ લેવા માંગતા વ્યકિતઓ રૂ. ૧૦,૦૦૦ની ડીપોઝીટ ભરી હરરાજીમાં ભાગ લઈ શકશે. આ કામની શરતો એસ્ટેટ વિભાગ, સેન્ટ્રલ ઝોન ખાતેથી રૂબરૂ મળી શકશે.

(3:40 pm IST)