Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પાંડુરંગ શાસ્ત્રી ભારતીય સંસ્કૃતિ ચેર દ્વારા મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરાઇ

રાજકોટ : પૂજય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ભારતીય સંસ્કૃતિ ચેર દ્વારા ૧૯ ઓક. ના મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે રાજકોટ ઇસ્કોન મંદિરના સંત વૈશ્નવ સેવાદાસજી મહારાજ ઉપસ્થિત રહયા. સ્વાધ્યાય પરિવાર ૧૯ ઓકટો. પૂજય દાદાજીના જન્મ દિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવે છે. સ્વાધ્યાય પરિવારના મોભી પૂજય જયશ્રી દીદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભારતીય સંસ્કૃતિ ચેર સાથે પૂજય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનું નામ જોડવા માટે સંમતિ આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂજય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ભારતીય સંસ્કૃતિ ચેરની સ્થાપના થઇ. આ ચેરના માધ્યમથી યુવાનો ભારતીય સંસ્કૃતિ સાથે જોડાય, ભારતીય સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય તેવા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન સતત ચાલતું રહે છે. આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલમાં આયોજન કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત અને પરિચય ભારતીય સંસ્કૃતિ ચેરના કો-ઓર્ડિનેટર ડો. નિદત બારોટે કર્યુ હતું. પૂજય વૈશ્નવ સેવાદાસજી મુંબઇમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ થઇને ગરવારે કલબ વાનખેડે સ્ટેડિયમમાં કાર્ય કરતા હતાં. તેમના ગુરૂ પ્રભુપદા સ્વામી દ્વારા લિખિત ગીતાના વાંચનથી તેમના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેમને ઇસ્કોન સાથે જોડાવવાનો અને તેના કાર્યમાં સહભાગી થવાનું નકકી કર્યું.

(3:42 pm IST)