Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ભરતીમાં ભલામણના ઘેરા પ્રત્યાઘાતના ભણકારા સિન્ડીકેટ સભ્યો સામે તોળાતા આકરા પગલા

ભાજપના બે જુથ વચ્ચે ચાલતી લડાઈ ચરમસીમાએ ધડાકા-ભડાકાના એધાણ

રાજકોટ, તા. ૨૦ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુ ગાજેલા ઓપન ઈન્ટરવ્યુ ભરતી પ્રકરણમાં સિન્ડીકેટ સભ્યો દ્વારા કરવામાં આવેલી ભલામણ સામે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ટૂંક સમયમાં ભાજપના સિન્ડીકેટ સભ્યો સામે આકરા પગલા તોળાઈ રહ્યાની ચર્ચા જામી છે.

જાણવા મળતી વિગતો મુજબ ગાંધીનગરમાં થયેલ સત્તા પરિવર્તન બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂપાણી બ્રાન્ડ ગણાતા કુલનાયક વિજય દેસાણી અને સિન્ડીકેટ સભ્ય આર્ય સહિતના ૩ સભ્યો સામે અન્ય સિન્ડીકેટ સભ્યો વચ્ચે ચાલતો વિવાદ અને ભાજપની સંકલનમાં થયેલી ચર્ચાને વાયરલ કરી દેતા સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જાગી છે. રાજ્ય સરકારે ઓપન ઈન્ટરવ્યુની ભલામણ થયાનું માની તુરંત ઈન્ટરવ્યુ પ્રક્રિયા રદ્દ કરી નવેસરથી ઈન્ટરવ્યુ યોજવા આદેશ આપ્યો છે.

ઓપન ઈન્ટરવ્યુ પ્રકરણમાં દરરોજ નવા નવા ફણગા ફુટી રહ્યા છે ત્યારે આ પ્રકરણને વધુ ઘેરૂ બનતુ અટકાવવા ટૂંક સમયમાં સિન્ડીકેટ સભ્યો સામે આકરા પગલા લેવાય રહ્યાના ભણકારા શરૂ થયા છે.

(3:51 pm IST)