Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રાજકોટમાં પાર્કમાં શરાબ પીતાં પાંચ લોકો ઝડપાયા

તહેવારોમાં દારૂ ઢિંચવાની પ્રથા ખૂબ જ પ્રચલિત : પોલીસે દરોડો પાડી આઈટીના બે ઈન્સ્પેક્ટર અને અન્ય ત્રણ જણાને ઝડપી લઈને કડક કાર્યવાહી હાથ ધરી

રાજકોટ, તા. ૧૯ : રાજકોટમાં તહેવાર ટાણે દારૂ ઢીંચવાની પ્રથા ખૂબ પ્રચલિત બની છે ત્યારે રેસકોર્સ પાર્કમાં દરવાજો ખુલ્લો રાખી શરાબની મહેફીલ માણતાં ઇક્નમ ટેક્ષ વિભાગના બે ઇન્સ્પેકટર, ટેક્ષ આસિસ્ટન્ટ અને સ્ટેનોગ્રાફર સહિત ૫ શખ્સોને પ્રનગર પોલીસે દબોચી લઈ જરૂરી કાર્યવાહી કરી હતી એક શખ્સ પાસે પરમીટ હોવાથી તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

શહેરમાં તહેવાર ટાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં રહે તે માટે પોલીસ સઘન પેટ્રોલીંગ કરી રહી છે ત્યારે પ્રનગર પીઆઇ એલ એલ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે ડી પટેલ, વિજયરાજસિંહ જાડેજા, અક્ષયભાઈ ડાંગર, અશોકભાઈ હૂંબલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન કંટ્રોલરૂમ મારફતે વરધી મળી હતી કે રેસકોર્સ પાર્કમાં અમુક લોકો એક ફ્લેટમાં દારૂ પીવે છે આ વરધી પીએસઓએ લખાવતા સ્ટાફે રેસકોર્સ પાર્ક બ્લોક નંબર ૨૭ પ્રથમ માળે દરોડો પાડતા ફ્લેટ નંબર ૧૦૩નો દરવાજો ખુલ્લો નજરે પડ્યો હતો.

ફ્લેટની અંદર ૫ શખ્સો દારૂ પીધેલી હાલતમાં જોર જોરથી વાતો કરતા હોય તેને ચેક કરતા તમામ પીધેલા માલુમ પડતા દરેકના નામઠામ પૂછતાં મૂળ હરિયાણાના હાલ રેસકોર્સ પાર્કમાં રહેતા અને ઇક્નમટેક્સમાં ટેક્ષ આસિસ્ટન્ટ સુધીર રાજકુમાર યાદવ, મૂળ હરિયાણાના અને હાલ કેન્દ્ર આંચલ ભવનમાં રહેતા અને ઇક્નમટેક્સમાં ઇન્સ્પેકટર તરીકે નોકરી કરતા આશિષ રાજસિંગ રાણા, મૂળ હરિયાણાના અને હાલ આયકર વાટીકામાં રહી ઇક્નમટેક્ષમાં ઇન્સ્પેકટર તરીકે નોકરી કરતા રવિન્દ્ર સજ્જનસિંગ સિદ્ધુ, મૂળ યુપીના અને હાલ રેસકોર્સ પાર્કમાં રહી ઇક્નમટેક્ષમાં સ્ટેનોગ્રાફર તરીકે નોકરી કરતા દેવેન્દ્ર ભાનુપ્રતાપસિંગ અને મૂળ હરિયાણાના અને હાલ આયકર ગૃહવાટીકામાં રહેતા અને અભ્યાસ કરતા રામદર્શન બળવંતસિંહ ખત્રી હોવાનું અને આ ફ્લેટ ભાડે રાખ્યો હોવાનું જણાવ્યું હતું આ ૫ પૈકી રામદર્શન ખત્રી પાસે પરમીટ હોવાથી તેને મુક્ત કરી અન્ય ચારેય આયકર વિભાગના અધિકારીઓ સામે દારૂ પીધેલાનો કેસ કરી તમામની ધરપકડ કરી હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(9:12 pm IST)