Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રવિવારના બૂથ ઉપરના કાર્યક્રમ સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારીની કલેકટરો સાથે વીસી

અમદાવાદમાં પ૭ કલાકનો કફર્યુ છે... ત્યાં બુથ ઉપરની ઝૂંબેશ કેમ કરવી?! : બપોરે ૧ વાગ્યાથી જીલ્લા વાઇઝ રીવ્યુઃ કોરોના વિફરતા બૂથ ઉપરની ઝૂંબેશ કેન્સલની શકયતા

રાજકોટ તા. ર૦ :.. હાલ રાજકોટ સહિત રાજયભરમાં ચૂંટણી પંચનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, આગામી તા. રરના રવિવારે બૂથ ઉપર ખાસ ઝૂંબેશ અને લોકો પોતાના નામ ઉમેરવા, કમી, સુધારણા અંગેની ફોર્મ જારી શકે તે માટે આખો દિવસ બૂથ લેવલ ઓફીસરો બેસશે.

આજે આ સંદર્ભે રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી મુરલી ક્રિષ્ણનની રાજકોટ સહિત રાજયભરના કલેકટરો સાથે ખાસ વીસી બપોરે ૧ વાગ્યાથી યોજાઇ છે, જેમાં જીલ્લા વાઇઝ થઇ રહેલ કામગીરીની સમીક્ષા, રવિવારે બૂથ ઉપરની ઝૂંબેશ - તૈયારીની સમીક્ષા, અને કોરોનાની સ્થિતિ અંગે રીપોર્ટ જાણી ત્યારબાદના નવી સુચના નિર્ણય લેવાશે.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટમાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો ફોર્મ ભરાવતા હોય છે, અમુક બૂથ ઉપર મતદારો ઉમટતા પણ હોય છે, એવામાં કોરોના બેકાબૂ હોય, સ્થિતિ વધુ બગડે તો તેવો પણ ભય રાજકોટના જીલ્લા વહીવટી તંત્રને સતાવી રહ્યો છે, કલેકટર દ્વારા કોરોનાની સ્થિતિ અંગે રીપોર્ટ દેવાશે, બીજી બાજુ અમદાવાદમાં પ૭ કલાકનો કફર્યુ નાખી દેવાયો છે, એટલે ત્યાં તો રવિવારની ઝૂંબેશ રદ સમાન છે, આજે બપોર બાદ રવિવારની ઝૂંબેશ અંગે જાણકારી મળશે.

(11:30 am IST)