Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમેરીકન લોકો સાથે છેતરપીંડી કરતા કોલ સેન્ટરના મહીલા આરોપીના ચાર્જશીટ બાદ જામીન મંજૂર કરતી સેસન્સ કોર્ટ

રાજકોટ તા. ૨૦ : બનાવની વિગત જોઈએ તો તા.ર૭/૦૮/ર૦ર૦ ના રોજ ડી.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટને ખાનગી રાહે બાતમી મળેલ કે, ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ આલ્ફા પ્લસ કોમ્પલેક્ષમાં, ઓફીસ નં. ૮૦૪/એ માં નેનો ઉર્ફે દેવેન્દ્ર તથા ધીરેન કાટુવા નામના અમુક ઈસમો કેટલાક કર્મચારી રાખી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવે છે, આ કોલ સેન્ટરના કર્મચારી અમેરીકન નાગરીકોને પોતે અમેરીકાના ડીપાર્ટમેન્ટ ઓફ સોશ્યલ સીકયુરીટીના ઓફીસર હોવાનુ કહીને બનાવટી કોલ કરેલ છે, અને અમેરીકન પોલીસએ અમોને આ ઈન્ફલર્મેશન આપેલ છે, તેમજ તમારો સોશ્યલ સીકયુરીટી નંબર રદ થશે, તથા તમારુ એરેસ્ટ વોરંગ નીકળશે, અને તમારી ઉપર મની લોન્ડરીંગ, ડ્રગ ટ્રાફીકીંગ, થેફટ બાય ડીસ્ક્રીપ્શનનો ચાર્જ લાગશે, તમોને ત્રણ મહીનાની જેલ થશે, પેનલ્ટી લાગશે, તેવુ કહીને માનસીક રીતે ભય પેદા કરી પૈસા પડાવવાની પ્રવૃતી કરી રહેલ છે.

જે બાબતે રૂબરૂ જઈ જોતા કોઈ સેન્ટરના હાલના માલીક દેવેન્દ્ર ઉર્ફે નેનો હોવાનુ જાણવા મળેલ જે હાલ બહારગામ છે, અને અન્ય પ્રશ્નોના ગોળગોળ જવાબ આપી રહેલ તેવુ લાગેલ, ત્યારબાદ તપાસ કરતા જાણવા મળેલ કે, દેવેન્દ્ર ઉર્ફે નેનો અમેરીકન નાગરીકોનો મોબાઈલ નંબરનો ડેટાની ફાઈલ મોકલે છે, જે ફાઈલ હું ઓફીસમાં માસ્ટર લેપટોપમાં ગુગલ ક્રોમમાં જ ઈ VICIDIALERનો ઉપયોગ કરી હોસ્ટેડ MYGTUP.COM/8080 ટડટડ સાઈટ ઉપર જઈ યુઝરનેમ, પાસવર્ડ નાખી બલ્કમાં વોઈસ મેસેજ મોકલતો, અને તે વોઈસ મેસેજમાં જણાવેલ વિગતે અમેરીકન નાગરીકો વધુ વિગત માટે (૧) દબાવે તો ટેલીકોલીંગ મારફતે EYEBEAMમાં કોલ આવતો અને તે કોલ કોલસેન્ટરમાં રીસીવ કરવામાં આવતો અને કોલ સેન્ટરમાં અન્ય આરોપીઓ રીસીવ કરતા અને અન્ય આરોપીઓ કોલ સેન્ટરમાંથી કોલ કરનારને અમેરીકાના ડીપાર્ટમેન્ટ ઓફ સોશ્યલ સીકયુરીટીના ઓફીસર હોવાનુ કહીને બનાવટી વાત કરતા હતા તેમજ અમેરીકન નાગરિકોને માનસીક રીતે ભય પેદા કરી પૈસા પડાવવાની પ્રવૃતિ કરી અમેરીકન નાગરિકો પાસેથી હોલ માર્ટ તથા રાઈટહેડના જુદા જુદા સ્ટોરમાંથી ગુગલપ્લે/આઈટયુન્સ તથા અન્ય ગીફટ વાઉચરોના ૧૬ આકડાવાળો નંબર મેળવી તેની નાણાકીય પ્રોસેસ કરી પૈસા મગાવતા હતા અને વારા ફરતી તેમની પુછપરછ કરતા આ તમામ વાતને સમર્થન આપેલ હતુ જેથી આરોપી નં.(૧) ધીરેન ઉર્ફે ચીકુ જેઠાલાલ કાટુવા,(ર)સુમેર કિશોરભાઈ સોલંકી (૩) આલોકા મકાવી તુકુ (૪) વિક્રમ ગોપાલભાઈ ગુપ્ટે (પ) અતુલ પ્રદિપભાઈ ઈસ્ટવાલા (૬) બેનાથુંન્ગ ખુમ્બેમો યાન્થાન(૭) જેવીસે પુખાવી જીમો(૮) ઈર્શાદ જુમનભાઈ અલી તથા દિપ્તી નારાયણ બીસ્ટ વિરુઘ્ધ તા. ર૭/૦૮/ર૦ર૦ ના રોજ ગુ.ર.નં. ૧૧ર૦૮૦પપર૦૦૧૬૭/ર૦ર૦ થી આઈ.પી.સી. કલમ–૪૧૯,૪ર૦,૩૮૪, ૧ર૦(બી),૧૧૪ તથા ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એકટ સને–ર૦૦૮ ની કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબથી ફરીયાદ નોંધાવી આરોપીની તા.ર૮/૮/ર૦ર૦ ના રોજ ધરપકડ કરેલ હતી.

જે ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપી સગીર ત્રણ આરોપીઓ સિવાયના આરોપી નં.(૧) ધીરેન ઉર્ફે ચીકુ જેઠાલાલ કાટુવા,(ર)સુમેર કિશોરભાઈ સોલંકી (૩)વિક્રમ ગોપાલભાઈ ગુપ્ટે (૪) અતુલ પ્રદિપભાઈ ઈસ્ટવાલા (પ) ઈર્શાદ જુમનભાઈ અલી (૬) દિપ્તી નારાયણ બીસ્ટને ચીફ જયુ.મેજી.સમક્ષ તા. ર૯/૦૮/ર૦ર૦ ના રોજ રાજકોટના જયુ. મેજી. સમક્ષ સાત દિવસના રીમાન્ડની માગણી સાથે રજુ કરેલા હતા, જે માગણી અન્વયે નામદાર કોર્ટએ બન્ને પક્ષકારોની દલીલ સાંભળી ફકત આરોપી નં.૧ ધીરેન ઉર્ફે ચીકુ જેઠાલાલ કાટુવાના એક દિવસના રીમાન્ડ મંજુર કરવાનો હુકમ કરેલ,અને અન્ય આરોપીઓને જયુ.કસ્ટડીમાં જેલ હવાલે કરેલ, આ કામે આરોપીઓને જેલ હવાલે કરતા આરોપી નં. ૬ દિપ્તી નારાયણ બીસ્ટે રાજકોટના ચીફ જયુ.મેજી.,સેસન્સ કોર્ટ માં જામીન મેળવવા અરજી કરેલ હતી પરંતુ ઉપરોકત બંને અરજી નામંજુર થયેલ હતી તેથી અરજદારે રાજકોટના ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જામીન મેળવવા અરજી કરેલ હતી જે અરજીની સુનાવણી દરમ્યાન સરકાર તરફે ચાર્જશીટ ફાઈલ થતા અરજીના ગુણદોષ પર નિકાલ લાવ્યા સિવાય, ગુણદોષ પર દલીલ કર્યા સિવાય વિથડ્રો કરવાની ફરજ પડેલ હતી ત્યારબાદ અરજદારે ચાર્જશીટ બાદ ચીફ જયુ.મેજી.સમક્ષ ફરી જામીન અરજી કરતા જે જામીન અરજી નામદાર ચીફ જયુ.મેજી.એ તા.પ/૧૧/ર૦ર૦ ના રોજ નામંજુર કરેલ હતી જે હુકમ સામે અરજદારે રાજકોટના સેસન્સ જજ સમક્ષ ફો.પ.અ.નં. રર૮ર/ર૦ર૦ થી અરજી કરતા રાજકોટના ડીસ્ટ્રીકટ જજ શ્રી યુ.ટી.દેસાઈએ બન્ને પક્ષોની દલીલ સાંભળી આ કામના સ્ત્રી આરોપી નં. ૬ દિપ્તી નારાયણ બીસ્ટને તા.૧ર/૧૧/ર૦ર૦ના રોજ શરતોને આધીન રકમ રૂ.રપ,૦૦૦–૦૦ જામીન પર મુકત કરેલ છે.

આ કામે આરોપીઓ વતી એડવોકેટ મીતુલ જે. આચાર્ય, શ્રી નિરલ કે. રૂપારેલીયા, કેયુર રૂપારેલીયા તથા કૌશીક સોઢા રોકાયેલ હતા.

(1:00 pm IST)