Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

'તુ ચાલતી થઇ જા, મારે તારી જરૂર નથી' કહી નીશાબેનને જસદણમાં પતિ-સાસરિયાનો ત્રાસ

અમદાવાદ રહેતા પતિ ગોપાલ પોપટ, જસદણ રહેતા સાસુ હર્ષાબેન અને સસરા હરીશભાઇ સામે ગુનો

રાજકોટ,તા. ૨૦: શહેરના પંચવટી હોલ પાસે રાજન પાર્કમાં શ્રી કૃષ્ણ કુંજ જલ્યાણ બંગલોમાં માવતરના ઘરે રહેતી મહિલાને 'તુ ચાલતી થઇ જા, મારે તારી જરૂર નથી 'કહી જસદણમાં સાસુ, સસરા મેણા ટોણા મારી પતિ દારૂ પી મારકૂટ કરી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પંચવટી હોલ પાછળ રાજન પાર્કમાં શ્રી કૃષ્ણ કુંજ જલ્યાણ બંગલો નં.૫માં માવતર સાથે રહેતા નીશાબેન ગોપાલભાઇ પોપટ (ઉવ.૪૧)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં અમદાવાદ બાપુનગરમાં વસુંધરા એપાર્ટમેન્ટમાં રહેતા પતિ ગોપાલ પોપટ, જસદણના સ્ટેશન રોડ પર દામોદર ઓઇલ મીલવાળા હરીશભાઇ પોપટ તથા સાસુ વષાબેન હરીશભાઇ પોપટના નામ આપ્યા છે. નીશબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાના વીસ વર્ષ પહેલા જસદણમાં રહેતા ગોપાલ હરીશભાઇ પોપટ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે જસદણ ખાતે પતિ, સાસુ, સસરા સાથે છ વર્ષ સંયુકત પરિવારમાં રહ્યા હતા. ત્યારબાદ પોતે પતિ સાથે છેલ્લા ૧૨ વર્ષથી રહેતા હતા. પોતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતાના લગ્ન થયાના ત્રીજા દિવસથી પતિ નાની નાની વાતમાં ઝઘડો કરી મારકૂટ કરતા હતા અને અપશબ્દો બોલી કહેતથા કે ,'તુ ચાલતી થઇ જા મારે તારી જરૂર નથી તુ તારા પિયર ચાલી જા' તેવુ કહી કોઇ પણ વસ્તુનો ઘા કરતા હતા. અને પતિને દારૂ પીવાની ટેવ હોઇ તેથી પોતા ના પાડે તો પતિ વાળ પકડી, કાન મરડી પોતાને માર મારતા હતા. પોતાની સાથે કામવાળી જેવુ વર્તન કરતા હતા. પતિનો સ્વભાવ ગુસ્સાવાળો હોઇ તેથી પોતાને વારંવાર દુઃખત્રાસ આપતા પરંતુ પોતાને ઘર સંસાર ચલાવવો હોઇ જેથી પોતે બધુ સહન કરતા હતા. તેમજ સાસુ અને સસરા ચઢામણી કરતા પતિ પોતાની સાથે ઝઘડો કરતા અને માફી મંગાવતા હતા. બાદ સસરાએ વ્યવસાય અર્થેના બહાને બંનેને અમદાવાદ મોકલી દીધા હતા. અમદાવાદ ગયા પછી પિતની કુટેવોમાં વધારો થઇ ગયો અને ઘરમાં પણ કોઇ પણ પ્રકારનું ધ્યાન આપતા નહીં. પોતાને સાઇટીકા, થાઇરોડ, ઘુંટણનો દુઃખાવો અને ગાઇનેક પ્રોબ્લેમ હોવા  છતા પતિ સારસંભાળ લેતા નહીં. છેલ્લા બે વર્ષથી સાસુ, સસરાના કહેવાથી પતિએ પોતાના દેરાણીના મામા અને મારી સાથે ભાગીદારી કરી નવો વ્યવસાય શરૂ કરેલ અને પતિએ  આ પ્રિતીબેન સાથે વધારે સંબંધ હોવાથી પોતાના ઘરના નિર્ણયો પણ પોતે લેવા લાગ્યા જેથી પોતે આ પ્રિતિબેન સાથે ઓછો સંબંધ રાખવાનું કહે તો પતિ પોતાની સાથે ઝઘડો કરી મારકૂટ કરી માફી મંગાવતા હતા અને પોતો આઠ માસથી પોતાના પિયરમાં આવ્યા બાદ  પતિ, સાસુ, સસરા અને સગાસંબંધી સાથે મળી સમાધાન માટે આવ્યા હતા. ત્યારે સમાધાન પણ થયું ગયુ હતું બાદ બીજા દિવસે ફરી એ જ વાત કે આ પ્રિતીબેનની માફી માંગવી જ પડશે તો જ હું તને તેડી જઇશ તેમ કહેતા પોતે ના પાડતા પોતાનો અમદાવાદમાંથી પોતાનો સામાન લઇ ગયા અને પોતે પોતાનો સામાન જસદણ લેવા ગયા ત્યારે સસરાએ પોતાને સામાન લેવાની ના પાડી પોતાના ભાઇને અપશબ્દો બોલી ઝઘડો કરી મારવા દોડ્યા હતા. આથી પોતે પરત માવતરે આવ્યા બાદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ વી.જી. બોરીચાએ તપાસ હાથ ધરી છે.

(2:44 pm IST)