Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કોરોનાની વકરતી સ્થિતિમાં શાળા ન ખોલવાનો નિર્ણય યોગ્યઃ ભરત ગાજીપરા

રાજકોટ, તા. ૨૦ :. દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં અચાનક આવેલ ચોંકાવનારા ઉછાળા બાદ રાજ્ય સરકારે ગઈકાલે શાળા ન ખોલવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે તહેવાર બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો આવ્યો છે. શાળાઓ ખુલે તો છાત્રો કે સ્ટાફ પરિવાર સંક્રમિત થઈ શકવાની શકયતા વધે છે. આ સંજોગોમાં રાજ્ય સરકારે ૨૩મી નવેમ્બરથી શાળા ખોલવાનો નિર્ણય કર્યો તે મોકુફ રાખ્યો છે. આ નિર્ણય હાલની પ્રવર્તમાન સ્થિતિમાં ખૂબ યોગ્ય છે.

(2:49 pm IST)