Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રાજકોટ- સૌરાષ્ટ્રની ૨૫૦ વર્ષ પુરાણી પ્રાચીન શ્રી શ્યામલાલજીની હવેલીમાં ગોવર્ધન પૂજા- અન્નકોટ દર્શન

રાજકોટઃ અહિંના પંચનાથ મેઈન રોડ, જય સીયારામ પેંડાવાળાની સામે આવેલ રાજકોટની પ્રથમ તેમજ ર્સૌરાષ્ટ્રની સૌથી પ્રાચીન હવેલી એટલે શ્રી શ્યામલાલજીની હવેલી કે જયાં ૨૫૦ વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી શ્યામલાલજી પ્રભુ બિરાજે છે. શ્રી શ્યામલાલજીની હવેલી (જુની સદરની હવેલી) ખાતે લાભપાંચમના પવિત્ર દિવસે ગોવર્ધનપૂજા અને અન્નકૂટ દર્શનનો પ્રસંગ ધામધુમથી ઉજવવામાં આવેલ. સમસ્ત વૈષ્ણવભાઈ- બહેનોએ ભાવથી લાભ લીધો હોવાનું મુખ્યાજી શ્રી જયેશભાઈ હરીદાસજી મહેતા (મો.૮૫૧૧૭ ૬૩૭૬૩)એ જણાવ્યું હતું.

(3:31 pm IST)