Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રોટરી કલબ ઓફ રાજકોટ મેટ્રો દ્વારા

આવતીકાલે વરણા ગામે વિનામૂલ્યે નિદાન - સારવાર કેમ્પ

રાજકોટ, તા. ૨૦ : રોટરી કલબ ઓફ રાજકોટ મેટ્રો દ્વારા વૃદ્ઘાશ્રમમાં રક્ષાબંધનની ઉંજવણી વિધવા બહેનોને અન્નકીટ દર મહિને સહાય આપવી, ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપવું જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આવતીકાલે તા.૨૧ના રવિવારે સવારે ૯ થી બપોરે ૨ દરમિયાન વરણા ગામમાં લેઉંઆ પટેલ સમાજ ખાતે વિના મૂલ્યે મેડીકલ કેમ્પનું આયોજન થયુ છે.
કેમ્પમાં કૃણાલ થડેશ્વર, ડો.સુધીર રાખોલીયા, ડો.રીદ્ઘિ રાખોલીયા, ડો.પ્રતિષ સવજીયાણી, ડો.બ્રિજેશ સોની, ડો.વિપુલ ભંડેરી, ડો.બંસીધર રામાણી સેવા આપશે.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રાઘવજીભાઈ પટેલ (મંત્રી, કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન), વશરામભાઈ રાઠોડ (ઉંપપ્રમુખ, જિલ્લા પંચાયત, જામનગર), હરીશભાઈ લાખાણી (ડી.એમ.એલ. ગ્રુપ રાજકોટ), જયેશભાઈ સાવલીયા (રાધે ગ્રુપ રાજકોટ), ડી.વી. મહેતા, કમલભાઈ સોનવાણી (આર.કે. ગ્રુપ, રાજકોટ), વિજયભાઈ શાહ (પેલીકન ગ્રુપ રાજકોટ), વિજયભાઈ શાહ (પેલીકન ગ્રુપ, રાજકોટ), રાજુભાઈ હરસોડા (સરપંચ શ્રી વરણા ગામ) ઉંપસ્થિત રહેશે.
કેમ્પમાં નામ નોંધાવવા અંકિતભાઈ - ૯૬૦૧૩ ૬૩૬૮૧નો સંપર્ક કરવા સંસ્થાના પ્રમુખ ડિમ્પલ લાખાણી - સેક્રેટરી - કિશોર રાજપોપટ, પ્રોજેકટ ચેરમેન ડો.કૃણાલ થડેશ્વર, મુકેશ પટેલ, હરીશ નાથાણી, સોનલ રાજપોપટની યાદીમાં જણાવાયુ છે.(૩૭.૭)

 

(11:36 am IST)