Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

પરપ્રાંતીયને મકાન ભાડે આપી પોલીસમાં જાણ ન કરનારા બે મકાન માલીક સામે ગુનો

આંબેડકરનગરના મુળજી મૂછડીયા અને ગોકુલનગરના પ્રદીપ વડુકીયા સામે કાર્યવાહી

રાજકોટ તા. ૨૦ : આંબેડકરનગર અને ગોકુલનગરમાં પરપ્રાંતિયને મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર બે મકાન માલીક સામે માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી છે.

મળતી વિગત મુજબ શહેરમાં પરપ્રાંતીયોને મકાન ભાડે આપવામાં આવે તો જે તે પોલીસ મથકમાં જાણ કરવા સબબનું પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલનું જાહેરનામુ કોઇ છતાં આંબેડકરનગર મેઇન રોડ પર રહેતા મુળજી દાનાભાઇ મુછડીયા અને ગોકુળનગર શેરી નં. ૪માં રહેતા પ્રદિપ માવજીભાઇ વડુકીયા (રહે. અંબીકા પાર્ક, શ્રીદર્શન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૫૦૩, કાલાવડ રોડ) એ પરપ્રાંતીયને મકાન ભાડે આપી માલવીયાનગર પોલીસ મથકમાં જાણ ન કરી જાહેરનામાનો ભંગ કરનારા મુળજી મુછડીયા અને પ્રદિપ વડુકીયા સામે પીએસઆઇ બી.બી.રાણા તથા રાઇટર પ્રશાંતસિંહ સહિતે કાર્યવાહી કરી હતી.

(2:28 pm IST)