Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

આર.એમ.સી. કવાટર્સ પાસેથી ગાંજા સાથે પકડાયેલ આરોપીઓના જામીન મંજુર

રાજકોટ, તા. ૨૦ :. અત્રે આર.એમ.સી. કવાર્ટર પાસે ગાંજાના મોટા જથ્થા સાથે પકડાયેલ તમામ આરોપીઓના જામીન સ્પે. અદાલતે મંજુર કર્યા હતા.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે માલવિયાનગર પોલીસને મળેલ બાતમી અનુસાર નાનામવા સર્કલ પાસેના આર.એમ.સી. કવાર્ટર પાસે (૧) જમાલુદ્દીન નીજામુદ્દીન શેખ (૨) ચેતનભાઈ ચમનભાઈ સાકરીયા (૩) હરેશભાઈ બચુભાઈ સાકરીયા તથા અબ્દુલ ઉર્ફે દુલીયો ભીખુભાઈ ધાડાએ એકબીજાની મદદગારી કરી વેચાણ અર્થે મોટા જથ્થામાં ગાંજા સાથે છે જે અન્વયે આ આરોપીઓને માલવિયાનગર પોલીસ દ્વારા તેઓ ઉપર એનડીપીએસ એકટની કલમ ૮(સી), ૨૦(બી) મુજબ ગુન્હો નોંધી અટક કરી રીમાન્ડ મેળવી જેલ હવાલે કરેલ હતા.

ત્યાર બાદ આ કામના આરોપીઓએ પોતાના એડવોકેટશ્રી મારફત જામીન ઉપર છુટવા માટે સ્પેશીયલ અદાલત સમક્ષ જામીન અરજી દાખલ કરેલ હતી જે જામીન અરજીમાં આરોપીઓના એડવોકેટશ્રીની દલીલ તથા રજુ રાખેલ ઉચ્ચ અદાલતોના સિદ્ધાંતોને ધ્યાને લઈ તમામ આરોપીઓની જામીન મંજુર કરતો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપીઓ વતી ડી.બી. બગડા, વિમલ એચ. ભટ્ટ, પંકજ જી. મુલીયા, સાગરભાઈ પરમાર તથા પારસ જે. પારેખ એડવોકેટ તરીકે રોકાયેલા હતાં.

(2:33 pm IST)