Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રાજકોટની શ્રી જવેલર્સ પેઢીના સંચાલકને વ્યાજ સહિતની રકમ ચુકવવા કોર્ટનો આદેશ

રાજકોટ તા. ર૦: રાજકોટના શ્રી જવેલર્સ ના પ્રોપરાઇટર સુમીતભાઇ ભરતભાઇ લાઠીગરાને વ્યાજ સહીત રકમ ચુકવવાનો હુકમ રાજકોટની સ્મોલ કોઝ કોર્ટે કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના રહીશ ડી. જે. એન્ડ સન્સના પ્રોપરાઇટર જીજ્ઞેશભાઇ કિશોરભાઇ ફીચડીયા દ્વારા પ્રતિવાદી શ્રી જવેલર્સના પ્રોપરાઇટર સુમીતભાઇ ભરતભાઇ લાઠીગરા એ તેઓની માંગણી મુજબ પ્રતિવાદીને સોનાનો ઉધાર માલ તા. ૪/૭/ર૦૧૮ના રોજ કુલ ૮,૦૭,પપ૦-૦૦ અંકે રૂપિયા આઠ લાખ સાત હજાર પાંચસો પચાસ પુરાનો અલગ અલગ સોનાનો માલ ખરીદ કરેલ જેનું બીલ વાદીએ એમની પેઢીના ઇન્વોઇસ નં. ર૧૦, તા. ૦૪/૦૭/ર૦૧૮ના પાકું બીલ પ્રતિવાદીને આપેલ તેમજ સદરહું રકમની અવારનવાર માંગણી કરેલ હોવા છતાં રકમ ન ચુકવતા વાદી ડી. જે. એન્ડ સન્સના પ્રોપરાઇટર શ્રી જીજ્ઞેશભાઇ કિશોરભાઇ ફીચડીયા સદરહું બીલ મુજબની લેણી રકમ વસુલ કરવા રાજકોટની સ્મોલ કોઝ કોર્ટમાં સી.પી.સી.ની જોગવાઇ મુજબ સને ર૦૧૯ ની સાલમાં દાવો તેમના વકીલશ્રી મારફત દાખલ કરેલ છે.

કોર્ટ દ્વારા બીલની રકમ દાવો અમલ કર્યાની તારીખથી ૬%ના વ્યાજ સહીતની રકમ વાદી ડી. જે. એન્ડ સન્સના પ્રોપરાઇટર શ્રી જીજ્ઞેશભાઇ કિશોરભાઇ ફીચડીયા ને ચુકવે તેવો હુકમ કરેલ અને આ રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો પ્રતિવાદીની સ્થાવર તથા જંગમ મીલ્કતમાંથી સદરહું બીલ મુજબની લેણી રકમ વસુલ કરે તેવો હુકમ કરેલ છે.આ કેસમાં વાદી તરફે રાજકોટ શહેરના ધારાશાસ્ત્રી વિરેન્દ્ર વિ. રાણીંગા રોકાયેલ હતા. 

(3:02 pm IST)