Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રાજકોટ ફાયરબ્રિગેડમાં ૨૫ જગ્યાની ભરતી માટે ૨૫૫૭નું ઉમેદવારોની પ્રેકટીકલ પરિક્ષા

રાજકોટઃ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખાની કલીનર કમ જુનીયર ફાયરમેન સંવર્ગની કુલ-૨૫ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવેલ જેમાં કુલ-૬૭૩૧ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવેલ. કલીનર કમ જુનીયર ફાયરમેન સંવર્ગની કુલ-૨૫ જગ્યાઓ માટે પ્રેકિટકલ ટેસ્ટનું આયોજન તા.૧૦/૧૧/૨૦૨૧ થી તા.૨૦/૧૧/૨૦૨૧ દરમ્યાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર, કોઠારિયા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.જેમાં ઉમેદવારોની નિયત થયેલ વજન-ઉંચાઈ-છાતી, સ્વિમિંગ, ડીપ-ડાયવિંગ , રોપ કલાઈમ્બીંગ, રનીંગ વીથ હોઝ પાઈપ એન્ડ નોઝલ વિગેરે ટેસ્ટ લેવામાં આવેલ. જેમાં પ્રેકિટકલ ટેસ્ટ માટે પ્રતિ દિવસ અંદાજિત કુલ-૬૦૦ ઉમેદવારો બોલાવવામાં આવેલ. કુલ-૬૭૩૧ ઉમેદવારો માંથી કુલ-૨૫૫૭ ઉમેદવારો પ્રેકટીકલ પરીક્ષા માટે હાજર રહેલ અને ૪૧૭૪ ઉમેદવારો ગેરહાજર રહેલ આ પ્રેકિટકલ ટેસ્ટનું સંપૂર્ણ આયોજન મહેકમ શાખા દ્વારા કરવામાં આવેલ છે. આમ,રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખાની કલીનર કમ જુનીયર ફાયરમેન સંવર્ગનીપ્રેકિટકલ ટેસ્ટ એકંદરે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલ છે. તે વખતની તસ્વીર. 

(3:04 pm IST)