Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રાજકોટમાં કમલેશ મિરાણીના નેતૃત્વમાં જ ચૂંટણી લડાશે

શહેર સંગઠનમાં ફેરફારની શકયતાનો છેદ ઉડાડતા પાટીલ

રાજકોટ તા. ૨૦ : પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે રાજકોટ શહેર ભાજપની કામગીરીને બીરદાવી વિધાનસભાની ચૂંટણી કમલેશ મિરાણીના નેતૃત્વમાં જ લડાવવાનું જાહેર કર્યું છે. તેમણે શહેર ભાજપ સંગઠનમાં ફેરફારની શકયતાનો છેદ ઉડાડયો છે.

આજે પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલે પત્રકારોને જણાવેલ કે, રાજકોટમાં સંગઠન મજબૂત છે. કમલેશ મિરાણી પાર્ટી સારી રીતે ચલાવે છે. રાજકોટમાં આગામી ચૂંટણી તેના નેતૃત્વમાં જ લડવામાં આવશે.

(3:08 pm IST)