Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રાજકોટ વીજ તંત્રના ૧૭ ઇજનેરો-કર્મચારીઓને કોરોના વળગ્યો

કોર્પોરેટ કચેરીના ૧ર અને વીજ સબ ડીવીઝનના પ ને અસરઃ તમામ હોમ આઇસોલેશન

રાજકોટ, તા., ર૧: રાજકોટમાં કોરોનાનો ફરી રાફડો ફાટયો છે. ગઇકાલે કલેકટર કચેરીના ૩ને કોરોનાએ ઝપટે લીધા બાદ ગત સાંજ અને રાત્રે રાજકોટ વીજતંત્રના ૧૭ જેટલા ઇજનેરો-કર્મચારીઓને કોરોના વળગતા ભૂકંપ સર્જાઇ ગયો છે.

અધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે કુલ ૧૭ કર્મચારીમાં બે ડે. ઇજનેર, ત્રણ જુનીયર ઇજનેર અને બાકીના અન્ય સ્ટાફને કોરોના જાહેર થતા હોમ આઇસોલેશન કરી દેવાયા છે. ગઇકાલે સાંજે કોર્પોરેટ કચેરીના કુલ ૧૨ કર્મચારી તો વીજ સબ ડીવીઝનના અન્ય પ કર્મચારીને કોરોના જાહેર થયો હતો.

ઉપરોકત તમામને ૧૪ દિવસની રજા ઉપર ઉતારી દેવાયા છે. આજે ફરી વખત કોર્પોરેટ કચેરીના તમામ સ્ટાફનું એન્ટીજન ટેસ્ટ કરાય તેવી શકયતા છે.

(11:52 am IST)