Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ભાર્ગવ સર ભાન ભુલ્યોઃ સગીર છાત્રા પર કલાસીસમાં જ બળાત્કાર અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યઃ ધરપકડ

કહેવાતા પત્રકારે બ્લેકમેઇલ કરી પાંચ લાખ માંગ્યાની ફરિયાદ કરનારો શિક્ષક હવે આરોપીના લિસ્ટમાં : છાત્રાને એકલી જોઇ દરવાજો બંધ કર્યો, બૂમો પાડતાં હાથેથી મોઢુ દાબી દીધું: એક વખત દૂષ્કર્મ ગુજારતો હતો ત્યાં જ પોતાને પત્રકાર ઓળખાવનારે શુટીંગ કરી તોડનો પ્રયાસ કર્યો'તોઃ ધમકીથી ઘરે વાત ન કરનાર સગીરાને પોલીસે તોડના બનાવમાં નિવેદન માટે બોલાવતાં વાલીને દૂષ્કર્મની વાત જણાવી

રાજકોટ તા. ૨૧: ગાંધીગ્રામના અક્ષરનગરમાં આવેલા માસ્ટર કોમ્પ્યુટર કલાસીસમાં શિક્ષક ભાર્ગવ શૈલેષભાઇ દવેએ કોમ્પ્યુટર શીખવા આવતી છાત્રાની એકલતાનો લાભ લઇ બળાત્કાર ગુજારી, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યુ આચરી તેમજ બળજબરીથી મુખમૈથુન કરાવી તારો ભાઇ નાનો છે, ઘરમાં કમાનારા તારા પિતા એક જ છે...કોઇને કહીશ તો આ બંનેનું મોઢુ નહિ જોઇ શકે તેવી ધમકી આપી બળજબરી આચરતાં મહિલા પોલીસે ગુનો નોંધી હવસખોર શિક્ષકને સકંજામાં લીધો છે.

ભોગ બનનાર છાત્રાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું કોલેજમાં ભણુ છું, ત્રણેક મહિના પહેલા મેં અને મારી ફ્રેન્ડે ગાંધીગ્રામ અક્ષરનગર મેઇન રોડ પર આવેલા એમસીડબલ્યુ માસ્ટર કોમ્પ્યુટર કલાસીસ જોઇન્ટ કર્યા હતાં. અમે સાંજે પાંચથી સાત વર્ગમાં જતાં હતાં. શરૂઆતમાં જય સર કોમ્પ્યુટર શીખવતા હતાં. એ પછી ભાર્ગવ સરે આ કામ સંભાળ્યું હતું. આજથી અઢી મહિના પહેલા હું કલાસીસમાં ગઇ હતી ત્યારે બહેનપણી આવી નહોતી. હું એકલી જ હતી. તે વખતે ભાર્ગવ સર તથા રવિ સર, શિવમ સર ચાર પીવા ગયા હતાં. થોડીવાર પછી ભાર્ગવ સર એકલા આવેલ અને દરવાજો બંધ કરી દીધો હતો. મેં તેને શા માટે બંધ કર્યો? તેમ પુછતાં તેણે તું ચેર ઉપર બેઠી રહે તેમ કહેતાં હું ઉભી થવા જતાં ધક્કો દઇ બેસાડી દીધી હતી.

એ પછી તેણે મને પકડીને કોમ્પ્યુટર ટેબલ પાસે ઉભી રાખી દઇ પાછળથી ગળા પર કિસ કરવા માંડેલ અને સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતું. મને ખુબ દુઃખાવો થતાં મેં રાડો પાડતાં તેણે તેના હાથથી મારું મોઢુ દબાવી દીધુ હતું અને ઉભી કરી રાડો ન પાડવા સમજાવી હતી. તેમજ તું કોઇને કંઇ વાત કરતી નહિ તારો ભાઇ નાનો છે, તારા પપ્પા એક જ કમાવવા વાળા છે, તેનું મોઢુ તું નહિ જોઇ શકે તેમ કહી ધમકી દઇ ભાર્ગવ સર જતા રહેલ અને જતાં-જતાં એવું કહેતા ગયેલ કે તું કલાસીસમાં આવતી રહેજે, નહિતર જીવતી નહિ રહે. થોડીવાર પછી હું ઘરે જતી રહી હતી. ધમકીને લીધે કોઇને વાત કરી નહોતી.

બીજા દિવસે મારી ફ્રેન્ડ પણ આવી હતી. બીજી બે છોકરીઓ પણ વર્ગમાં આવી હતી. આ બધા હોય ત્યારે ભાર્ગવસર સારુ વર્તન કરતાં. પણ મારી બાજુમાં આવી મોકો જોઇ શરીરે હાથ ફેરવતાં. થોડા દિવસ પછી ત્રણેય છોકરીઓ કલાસમાંન આવતાં ફરીથી ભાર્ગવ સરે કોન્ડોમ પહેરીને બળજબરી કરી લીધી હતી. એ પછી તેણે બીજીવાર કરીશું તેમ કહી કલાસીસની બહાર જતા રહેલ. તેણે મારી પાસે બળજબરીથી મુખમૈથુન પણ કરાવ્યું હતું. ઉલ્ટીઓ થવા માંડતા મને મુકી દીધી હતી. તે સતત મારા ભાઇ-પપ્પાને લઇને ધમકી આપતો હતો. તેમજ પોતાનો મિત્ર પોલીસમાં છે, પોલીસમાં ઓળખાણ છે કોઇ કઇ કરી નહિ શકે તેવી વાતો કરતો હતો.

૬/૧૧ના હું કલાસીસમાં એકલી હતી ત્યારે ભાર્ગવ સરે હાલ કોઇ નથી...તેમ કહી બિભત્સ માંગણી કરતાં ના પાડતાં તેણે હું કહું તેમ તારે કરવાનું છે કહી ફરીથી બળજબરી કરી હતી. ત્યાં કોઇ પ્રેસાવાળ જેવો રૂઆબ કરીને આવેલ અને મને નામ પુછી સાઇડમાં બેસાડી દીધેલ. તેમજ તેની પાસે કેમેરા જેવું હોઇ તેનાથી રેકોર્ડ કરી ભાર્ગવ સરને ધમકાવેલ. મને ઘરે જતાં રહેવાનું કહ્યું હતું. એ પછી મને નિવેદન લેવા પોલીસે બોલાવતાં મારા મમ્મીએ શા માટે પોલીસે બોલાવી છે? તેવું પુછતાં અંતે મેં તેને રડતાં રડતાં ભાર્ગવ સરે બળજબરી કર્યાની વાત કરી હતી અને અમે ફરિયાદ નોંધાવી હતી.

મહિલા પીઆઇ એસ.આર. પટેલ, પીએસઆઇ કે. જી. જલવાણી, હિતેન્દ્રભાઇ ગઢવી સહિતે ગુનો નોંધી આરોપી ભાર્ગવ દવે સામે આઇપીસી ૩૭૬ (૨) (એફ) (એન), ૩૭૭, ૫૦૬ (૨) તથા પોકસો હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે. કોરોના ટેસ્ટ બાદ ધરપકડ થશે.

(12:56 pm IST)
  • રાજસ્થાનમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં 3007 નવા કેસ નોંધાયા : જયપુર,જોધપુર, ઉદયપુર,બિકાનેર , અલ્વર ,કોટા , અજમેર અને ભીલવાડામાં રાત્રી કર્ફ્યુ લગાડયો access_time 12:33 am IST

  • ચીનના ૧૪ વર્ષના છોકરા રેન કેયુએ દુનિયાના ટોલેસ્ટ ટીનેજર (મેલ) નો ખિતાબ મેળવ્યો છે. તે ૭ ફુટ ૩.૦ર ઇંચ ઊંચો છે. ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સે તેના આ વિક્રમને માન્યતા આપી દીધી છે. access_time 11:38 am IST

  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST