Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રાજકોટમાં ૭ સ્થળોએ કોરોના ટેસ્ટીંગ બુથનો પ્રારંભઃ ૯ થી ૫ ખુલ્લા રહેશે

રાજકોટઃ શહેરમાં કોરોનાને બેકાબુ બનતો અટકાવવા આજથી ૭ જાહેર સ્થળોએ ટેસ્ટીંગ બુથનો પ્રારંભ કરાયો છે. તસ્વીરમાં ટેસ્ટીંગ બુથ કાર્યરત થયા તે નજરે પડે છે. શહેરના ઢેબર રોડ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન કચેરી, ત્રિકોણબાગ, પેડક રોડ, બાલક હનુમાન મંદિર, રૈયા ચોકડી, કે.કે.વી. ચોક અને ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાસે વગેરે સ્થળે ટેસ્ટીંગ બુથ કાર્યરત થયા છે.

(12:56 pm IST)
  • કાશ્મીરમાં સંખ્યાબંધ સ્થળોએ ઈડીના દરોડા : જમ્મુ અને કાશ્મીર બેંકમાં શંકાસ્પદ વ્યવહારોને સાંકળતા મની લોન્ડરિંગ અંગેની તપાસના સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડાયરેક્તટોરેટે આજે કાશ્મીરમાં અનેક જગ્યાએ દરોડા પાડયા છે. access_time 6:32 pm IST

  • પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડિઝલના ભાવમાં ૨૨ પૈસાનો વધારોઃ પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે બીજા દિવસે પણ વધારો થયો છે. પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૨ પૈસાનો વધારો થયો છે. ભાવ વધારો આજે સવારે ૬ વાગ્યાથી લાગુ થયો છે. access_time 11:38 am IST

  • જન્મદિવસની પાર્ટીમાં ફાયરીંગ થયું : સપા MLC અમિત યાદવના ફલેટમાં યુવકની હત્યા થઇ : લખનઉમાં સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદ સભ્ય અમિત યાદવના ફલેટમાં હત્યાથી હાહાકાર મચી ગઇ access_time 3:22 pm IST