Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

૧ કરોડ ૩૬ લાખના ચાંદીના દાગીનાની છેતરપીંડી બાબતે આગોતરા જામીન અરજી મંજુર કરતી સેશન્સ કોર્ટ

રાજકોટઃ આ કેસની વિગત એવી છે કે દિપેશભાઈ મુકેશભાઈ જેઠવા વિરૂધ્ધ બી- ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બે અલગ- અલગ ચાંદીના દાગીના છેતરપીંડી બાબતે ફ્રેબુઆરી માસમાં બે અલગ- અલગ એફ.આઈ.આર. રૂ.૧,૩૬,૦૦,૦૦૦ ચાંદીના દાગીનાની રકમની છેતરપીંડી બાબતે નોંધાયેલ હતી.

જે બાબતે અરજદાર આજરોજ સુધી  પોતાના બચાવના હેતુસર પોલીસ સમક્ષ હાજર થયેલ ન હતા અને તેઓની આગોતરા જામીન અરજી રાજકોટના નામદાર સેશન્સ કોર્ટમાં દાખલ કરતા નામદારશ્રીએ અરજદારના એડવોકેટની દલીલો સાંભળી તેમજ સરકારી વકીલોની તેમજ ફરીયાદી પક્ષે રોકાયેલા એડવોકેટની દલીલો સાંભળેલ હતી અને અરજદાર તરફે દલીલો સાંભળી તેમની દલીલ માન્ય રાખી બન્ને અરજીઓ આગોતરા જામીન અરજી મંજુર રાખેલ છે.

અરજદાર તરફે વિધવાના ધારાશાસ્ત્રી મકવાણા હિતેશ ધીરજલાલ, એફ.એસ.ખોરજીયા, દિપક ડી.બથવાર, નરેશ છનુરા, જુ.શૈલેન્દ્ર કટારિયા, સંજય એચ. રાઠોડ, સંદિપ વિંઝુડા રોકાયેલ હતા.

(3:32 pm IST)
  • ચીનના ૧૪ વર્ષના છોકરા રેન કેયુએ દુનિયાના ટોલેસ્ટ ટીનેજર (મેલ) નો ખિતાબ મેળવ્યો છે. તે ૭ ફુટ ૩.૦ર ઇંચ ઊંચો છે. ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સે તેના આ વિક્રમને માન્યતા આપી દીધી છે. access_time 11:38 am IST

  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST