Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા પ્રેસ મીડીયા વિભાગના હોદેદારોની વરણી

જીલ્લા ભાજપ પ્રેસ મીડીયા વિભાગના ઇન્ચાર્જ તરીકે અરૂણભાઇ નિર્મળઃ સહ-ઇન્ચાર્જ કિશોરભાઇ ડોડીયા અને ઉદયભાઇ લાખાણી

રાજકોટઃ તા.૧૦, ગુજરાત -દેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ તથા પ્રદેશ મીડિયા વિભાગના હોદેદારો સાથે રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વશ્રી નાગદાનભાઈ ચાવડા, શ્રી મનસુખભાઈ રામાણી,  શ્રી મનીષભાઈ ચાંગેલાએ પરામર્શ કરીને રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા વિભાગના ઇન્ચાર્જ તથા સહ-ઇન્ચાર્જની વરણી કરવામાં આવેલ છે.

 જીલ્લા પ્રેસ મીડિયાના ઇન્ચાર્જ તરીકે શ્રી અરુણભાઈ નિર્મળ (મો.૯૮૨૪૪ ૧૬૬૩૯) તથા સહ-ઇન્ચાર્જ તરીકે શ્રી કિશોરભાઈ ડોડીયા પૂર્વ (સીનીયર સબ એડિટર-ફૂલછાબ) (મો.૯૪૦૯૩ ૬૭૩૩૪) અને શ્રી ઉદયભાઈ લાખાણી (લેકચરર) (મો.૯૪૦૯૦ ૫૯૮૨૩)ની નિમણુંક કરવામાં આવી છે. શ્રી અરુણભાઈ નિર્મળ રાજકોટ શહેરમાં ૩ ટર્મ સુધી તેમજ રાજકોટ જીલ્લામાં ૧ ટર્મ મીડિયા તરીકેની સફળ કામગીરી સંભાળેલ છે.

જેઓ જીલ્લામાં બીજા ટર્મમાં વરણી થતા પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ડો.ભરતભાઈ બોધરા, જીલ્લા સંગઠન પ્રભારીશ્રીઓ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રી રક્ષાબેન બોળીયા, સાંસદશ્રીઓ શ્રી મોહનભાઈ કુંડારિયા તથા શ્રી રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રીશ્રીઓ શ્રી જયેશભાઈ રાદડિયા તથા શ્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યશ્રીઓ શ્રીમતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, શ્રી લાખાભાઈ સાગઠીયા, શ્રી મુકેશભાઈ દાસાણી તથા શ્રી રાજુભાઈ ધ્રુવ તેમજ પ્રદેશના મીડિયા વિભાગના તમામ હોદેદારો અને જીલ્લાના હોદેદારોએ શુભેચ્છાઓ પાઠવી છે.

(11:52 am IST)