Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

શાકભાજીના છુટક ધંધાર્થી મુકેશભાઇ પર યાર્ડના શાકભાજીના ધંધાર્થીનો હુમલો

ત્રિવેણી સોસાયટીમાં બનાવઃ પત્નિ સાથે શાકના ભાવ મામલે થયેલો ડખ્ખો કારણભુત : હરેશભાઇ, તેના પુત્રો વિક્રમ, અજય અને શનીએ ધોલધપાટ કરી

રાજકોટ તા. ૧૦: માર્કેટ યાર્ડમાંથી ઓછા ભાવે શાકભાજી લેવા બાબતે પત્નિ સાથે બોલાચાલી કરનાર યાર્ડના શાકભાજીના ધંધાર્થીને ત્રિવેણી સોસાયટીના દેવીપૂજક આધેડે સમજાવતાં તેના પર આ ધંધાર્થી અને તેના બે પુત્રો સહિત ચાર જણાએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી સળીયાથી ઇજા કરતાં ફરિયાદ થઇ છે.

આ અંગે પોલીસે સંત કબીર રોડ પર ત્રિવેણી સોસાયટી-૩માં રહેતાં અને પેડક રોડ પર ભરાતી શાક માર્કેટમાં બકાલુ વેંચી ગુજરાન ચલાવતાં મુકેશભાઇ રવજીભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી હરેશ બાબુભાઇ મકવાણા, શની ભીખુભાઇ મકવાણા, અજય હરેશભાઇ મકવાણા અને વિક્રમ હરેશભાઇ મકવાણા સામે ગુનો નોંધ્યો છે.

મુકેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારા પત્નિ સંગીતાબેન વીસેક વર્ષથી શાક બકાલાનો ધંધો કરીએ છીએ. બે દિવસ પહેલા માર્કેટ યાર્ડમાં જથ્થાબંધ શાકભાજી લેવા માટે અમે ગયા હતાં ત્યારે યાર્ડ અંદર શાકભાજી વેંચતા હરેશભાઇ બાબુભાઇ સાથે ઓછા ભાવ બાબતે મારા પત્નિને બોલાચાલી થઇ હતી. એ પછી ગઇકાલે હરેશભાઇ અમારા ઘર પાસેથી નીકળતાં મેં તેને મારા પત્નિ સાથે શાકભાજી બાબતે માથાકુટ નહિ કરવા સમજાવતાં તે ઉશ્કેરાઇ ગયેલ અને ઝઘડો કરી જતાં રહેલ. થોડીવાર પછી હરેશભાઇ, શની, હરેશભાઇના બે દિકરા અજય અને વિક્રમ આવ્યા હતાં અને મને ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ લોખંડના સળીયાનો એક ઘા મને છાતીમાં મારી દીધો હતો.

મારા પત્નિ સંગીતા અને ભાઇ નિતીનભાઇ, તેના પત્નિ મીનાબેન, મારો મોટો દિકરો અજય સહિતના આવી જતાં મને છોડાવ્યો હતો અને હોસ્પિટલે ખસેડ્યો હતો. હેડકોન્સ. એચ. જે. જોગડાએ ફરિયાદ નોંધી હતી.

(1:09 pm IST)