Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મનહર સોસાયટીમાં વિશાલના ઘરમાં દરોડોઃ ૩૦ હજારનો દારૂ બિયર કબ્જે

થોરાળા પોલીસ અને ભકિતનગર પોલીસના દારૂના દરોડા : હુડકો ચોકી પાછળ કારમાં વ્હીસ્કીના ૪ જગ સાથે હર્ષદ પકડાયો

રાજકોટ તા. ૧૦ : થોરાળા પોલીસે ભાવનગર રોડ મનહર મકાનમાંથી રૂ. ૩૦૯૦૦નો દારૂ પકડ્યો છે. જ્યારે ભકિતનગર પોલીસે હુડકો ચોકી પાછળથી કારમાં ૬ હજારના દારૂ સાથે એક શખ્સને પકડ્યો છે.

થોરાળા પોલીસે મનહર સોસાયટી-૪ મેરામ બાપાની વાડી પાસે રહેતાં વિશાલ બાલાભાઇ બાવળીયાના ઘરમાં દરોડો પાડી ૨૨૪ બીયરના ટીન તથા વ્હીસ્કીની ૭ બોટલ અને વોડકાની ૧૦ બોટલો મળી રૂ. રૂ. ૩૦૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી હાથમાં આવ્યો નહોતો. જ્યારે ભકિતનગર પોલીસે હુડકો ચોકી પાછળ પટમાંથી કારમાં વ્હીસ્કીના ચાર જગ લઇને નીકળેલા શખ્સને પકડી લીધો હતો.

પીઆઇ બી. એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ જી. એસ. ગઢવી, રમેશભાઇ માલકીયા, જયદિપભાઇ ધોળકીયા, ધર્મેશભાઇ ખાંડેખા, રાજદિપસિંહ ચોૈહાણ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રમેશભાઇને બાતમી મળી હતી કે વિશાલ બાવળીયાના ઘરમાં દારૂ બીયરનો જથ્થો પડ્યો છે. તેના આધારે ત્યાં પહોંચી તપાસ કરતાં ઘરમાં કોઇ હાજર મળ્યું નહોતું. પંચની હાજરીમાં પ્લાસ્ટીકનો મોટો કોથળો ખોલીને જોતાં દારૂની બોટલો, બીયરના ટીના મળ્યા હતાં. કોથળા પાસે ગોદડા પડ્યા હોઇ તે ઉથલાવીને જોતાં તેની નીચેથી પણ બીયરના ટીન મળ્યા હતાં. કુલ ૩૦૯૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. વિશાલ ભાગી ગયો હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

જ્યારે બીજા દરોડામાં ભકિતનગર પોલીસે હુડકો પોલીસ ચોકી પાછળ ૮૦ ફુટ રોડ પર માધવ હોલ સામે ખુલ્લા પટમાંથી જીજે૦૩એચઆર-૮૬૪૭ નંબરની સ્વીફટ કારમાં બબ્બે લિટરની દારૂની ૪ બોટલો (જગ) રૂ. ૬૦૦૦ની રાખીને નીકળેલા હર્ષદ સવજીભાઇ ધામી (ઉ.વ.૩૨-રહે. સિતારામ સોસાયટી, ૮૦ ફુટ રોડ, કોઠારીયા રોડ)ને પકડી લઇ દારૂ તથા ૨ લાખની કાર કબ્જે કરી તેની ધરપકડ કરી છે.

પીઆઇ જે. ડી. ઝાલાની સુચના હેઠળ પેટ્રોલીંગ દરમિયાન હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા અને વાલજીભાઇ જાડા દેવપરા ચોક પાસે પહોંચ્યા ત્યારે બાતમી મળી હતી કે માધવ હોલ પાસે ખુલ્લા પટમાં એક સ્વીફટ કાર ૯૮૪૭ ઉભી છે જેમાં દારૂની બોટલો છે. આ બાતમી મળતાં જ ત્યાં પહોંચી તપાસ કરતાં કારમાં એક શખ્સ બેઠો હતો. તેણે પુછતાછમાં પોતાનું નામ હર્ષદ ધામી જણાવ્યું હતું. કાર ચેક કરતાં ડ્રાઇવર સીટની પાછળની સીટમાં પ્લાસ્ટીકનો સફેદ થેલો જોવા મળ્યો હતો. જેમાંથી બબ્બે લિટરના મેકડોવેલ્સ નંબર વન વ્હીસ્કીના ચાર જગ મળ્યા હતાં. તે તથા કાર કબ્જે કરી ગુનોન ોંધી આ શખ્સની ધરપકડ કરાઇ હતી. વધુ તપાસ પીએઅસાઇ આર. જે. કામળીયા ચલાવી રહ્યા છે.

(1:10 pm IST)