Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

રાજકોટ શહેર - જિલ્લામાં આજની તારીખે હજુ કોરોનાના ૫૫૯ દર્દી : ૫૪૩૪ બેડ ખાલી : સિવિલમાં ૪૦ દર્દી

કેન્સરમાં-૫૧, પ્રાઇવેટમાં-૩૭૬ તથા રૂરલમાં ૮૪ દર્દી : ૮૩૪ વેન્ટીલેટર ઉપલબ્ધ

રાજકોટ તા. ૧૦ : રાજકોટ શહેર - જિલ્લામાં આજની તારીખે વિવિધ હોસ્પિટલમાં થઇને હજુ કોરોનાના ૫૫૯ દર્દી સારવારમાં હોવાનું એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, પ્રાયવેટ હોસ્પિટલમાં ૨૫૬૪ સહિત અને સરકારી હોસ્પિટલોના મળીને કુલ ૫૪૩૪ બેડ ખાલી છે. જેમાં સિવિલમાં ૮૦૦, સમરસમાં-૭૫૪, કેન્સર કોવીડમાં-૧૪૬, ગોંડલ-૬૭, જસદણ-૨૧, ધોરાજી-૮૫ તથા રૂરલ હોસ્પિટલમાં ૯૯૭ બેડ ખાલી છે, અને પ્રાયવેટ - સરકારી થઇને ૮૩૪ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. કોરોના માટે કુલ ૫૯૯૩ બેડ ઉભા કરાયા હતા. જેમાં સમરસમાં-૦, ગોંડલ-૦ પેશન્ટ છે. જ્યારે સિવિલમાં ૪૦, કેન્સર કોવીડમાં-૫૧, જસદણ-૩, ધોરાજી-૫, પ્રાયવેટમાં-૩૭૬ તથા રૂરલ હોસ્પિટલમાં-૮૪ દર્દીઓ દાખલ છે.

(3:13 pm IST)