Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

છુટછાટમાં નિયમો પાળજોઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ : રેસ્ટોરન્ટમાં બેસીને જમી શકાશે, મંદિર- બાગ બગીચાઓ ખુલશે

નવી માર્ગદર્શિકા મુજબના જાહેરનામાને અમલી ૨૬મી સુધી અમલી બનાવાયું: કાલથી દૂકાનો સાંજના ૭ સુધી ખુલી રહેશે : રેસ્ટોરન્ટમાંથી હોમ ડિલીવરીની સુવિધા રાતના ૧૨ સુધી લંબાવાઇઃ જીમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ખોલી શકાશેઃ વાંચનાલયો પણ ખુલશેઃ નિયમભંગ કરનારા લોકો સામે કડક પગલાઃ રાત્રી કર્ફયુનો સમય રાતના ૯ થી ૬ યથાવત : પબ્લીક બસ ટ્રાન્સપોર્ટમાં ૫૦ને બદલે ૬૦ ટકા મુસાફર બેસાડી શકાશેઃ શૈક્ષણિક સંસ્થાઓ, થિએટર, સિનેમા હોલ, વોટર પાર્ક, સ્પા, સ્વીમિંગ પુલ હજુ પણ બંધઃ રાજકિય, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો ૫૦ લોકોની હાજરી સાથે યોજી શકાશેઃ બેસણાં રાખવાની પણ છુટ

રાજકોટ તા. ૩: કોરોના સંદર્ભે કર્ફયુ  સહિતના નિયંત્રણોમાં સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરતાં તે અંતર્ગત પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અગાઉના જાહેરનામામાં સુધારો કરી નવું જાહેરનામુ આપ્યું છે. તે મુજબ આવતીકાલ તા. ૧૧/૬થી શહેરમાં તમામ દૂકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપીંગ કોમ્પલેક્ષ, માર્કેટ યાર્ડ, હેર કટીંગ શલૂન, બ્યુટી પાર્લર તથા અન્ય વ્યાપારિક ગતિવિધીઓ સવારના ૯થી સાંજના સુધી ખુલ્લા રાખી શકાશે. તેમજ લાંબા સમયથી બંધ બાગ બગીચાઓ સવારના થી સાંજના સુધી ખોલવામાં આવશે. ઉપરાંત રેસ્ટોરન્ટ હોટેલમાં સવારના થી સાંજના સુધી લોકો બેસીને જમી પણ શકશે, પરંતુ ૫૦ ટકાની ક્ષમતાના નિયમનું પાલન કરવું પડશે. સાંજના પછીથી રાતના ૧૨ સુધી માત્ર પાર્સલ સુવિધા-ટેકઅવે સુવિધા ચાલુ રાખી શકાશે.

નવા જાહેરનામામાં કેટલાક પ્રતિબંધ ફરમાવાયા છે. જે મુજબ છે-શહેર કમિશનરેટ વિસ્તારમાં રાત્રીના ૦૯થી સવારના ૦૬ વાગ્યા સુધી કર્ફયુ યથાવત રહેશે. દરમિયાન વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહીં તેમજ કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઊભા રહેવું નહી, રખડવું નહીં અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું-ફરવું નહીં.

રાજકોટ શહેર કમિશનરેટ વિસ્તારમાં તમામ દુકાનો, વાણિજયક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, માર્કેટિંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિ સવારના ૯:૦૦થી સાંજના ૭:૦૦ સુધી ચાલુ રાખી શકાશેરેસ્ટોરેન્ટ્સમાં સવારના ૦૯:૦૦ કલાકથી રાત્રીના ૦૭:૦૦ કલાક સુધી૫૦ ટકાની ક્ષમતા સાથે લોકોને અંદર બેસાડીને જમાડવાની છુટ અપાઇ છે. રેસ્ટોરન્ટમાં સવારના થી રાત્રીના સુધી  Take awayની સુવિધા ચાલુ રાખી શકાશે અને સવારના ૦૯:૦૦ કલાકથી રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી Home Deliveryની સુવિધા ચાલુ રાખી શકાશે.

જીમ ૫૦ ટકાની ક્ષમતા સાથે એસ..પી.ના નિયમોનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે. બાગ બગીચા સવારના થી સાંજના સુધી કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાની સાથે ચાલુ રાખી શકાશે.

અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણીક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઈન શિક્ષણ સિવાય), સિનેમા થીયેટરો ઓડીટોરીયમ, એસેમ્બલી હૉલ, વોટરપાર્કમનોરંજક સ્થળો, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યકિતઓની મંજૂરી રહેશે લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરવાની રહેશેઅંતિમ ક્રીયા/દફન વિધી માટે ૨૦ (વીસ) વ્યકિતઓની મંજૂરી રહેશે.

 તમામ પ્રકારના રાજકીય,સામાજીક (જેમ કે બેસણું), ધાર્મિક,સાંસ્કૃતિક શૈક્ષણિક,કાર્યક્રમો મહત્તમ ૫૦ લોકોની મર્યાદામાં કોરોના ગાઇડ લાઇનનું પાલન કરીને ચાલુ રાખશી શકાશે. પ્રક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ સ્પોર્ટ્સ સ્ટેડીયમમાં રમતગમત ચાલુ રાખી શકાશે.

તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે ગાઇડ લાઇનનું પાલન કરવાની સાથે ખોલી શકાશે. પણ એક સાથે ૫૦થી વધુ લોકો એકત્રીત થાય તેની કાળજી રાખવાની રહેશે. આઇએલટીએસ-તથા ટીઓઇએફઇએલ જેવી પરિક્ષા નિયમોને આધિન યોજી શકાશે. વાંચનાલયો ૫૦ ટકા ક્ષમતા સાથે ખોલી શકાશેપબ્લીક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૬૦ પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતાં મુસાફરો માટે આરટીપીસીઆર ટેસ્ટ સંબંધે આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અપાયેલ સુચનાઓ લાગુ રહેશે. પ્રેક્ષકોની હાજરી વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્પોર્ટસ સ્ટેડિયમમાં રમત ગમત ચાલુ રાખી શકાશે. તમામે કેસ કવર, માસ્ક અને શોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

હુકમનો અમલ તા. ૧૧-૦૬ના ૬:૦૦ વાગ્યાથી ૨૬-૦૬ના ૬:૦૦ વાગ્યા સુધીનો રહેશે. વેપારીઓ-લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના તમામ નિયમોનું કડક પાલન કરવાનું રહેશે.  ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

(3:15 pm IST)