Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કાજુ અને ટોફુ સોયા પનીરના નમૂના ફેઇલ : વેપારીઓ સામે કેસ

મ.ન.પા.ની આરોગ્ય ટીમ દ્વારા ફૂડ ચેકીંગ : આઇસ્ક્રીમના છ નમૂના લેવાયા

રાજકોટ તા. ૧૦ : ..પા.ની આરોગ્ય શાખા દ્વારા ફુડ ચેકીંગ ઝુંબેશ ચાલુ છે જે અંતર્ગત આજે આઇસ્ક્રીમના જુદા-જુદા નમૂનાઓ લેવાયા હતા. જ્યારે અગાઉ લેવાયેલ કાજુ અને ટોફુ સોયા પનીરના નમૂનાઓને સરકારી લેબોરેટરીએ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરી અખાદ્ય ગણાવતા બે વેપારીઓ સામે કેસ દાખલ કરાયા છે.

અંગે ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા જાહેરજનતાના આરોગ્ય હિતાર્થે રાજકોટ શહેરમાં આઇસ્ક્રીમનું વેંચાણ બહોળા પ્રમાણમાં થતુ હોય,જાહેર જનતાને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે. જેની વિગત મુજબ છે.

નમુનાની કામગીરી

જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં () રેડ વેલ્વેટ આઇસ્ક્રીમ (લુઝ), સ્થળ : વૃંદાવન ડેરી એન્ડ ફુડ્ઝ, ડો.યાજ્ઞિક રોડ () હનિમુન ડીલાઇટ આઇસ્ક્રીમ (લુઝ), સ્થળ : સંતુષ્ટી આઇસ્ક્રીમ, યુનિવર્સિટી રોડ () ટ્રાફિક જામ આઇસ્ક્રીમ (લુઝ), સ્થળ : સરયુ મિલ્ક પ્રોડકટ, સ્થળ : મોટા મૌવા () રાજભોગ આઇસ્ક્રીમ (લુઝ), સ્થળ : ઝાલા બ્રધર્સ, કાલાવાડ રોડ () ઓરિયો સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ (લુઝ), સ્થળ : રાજમંદિર આઇસ્ક્રીમ, મવડી પ્લોટ () મલાઇ મસાલા આઇસ્ક્રીમ (લુઝ), સ્થળ : મગનલાલ આઇસ્ક્રીમ, રેસકોર્ષ રોડનો સમાવેશ થાય છે.

વેપારીઓ સામે દાખલ કરેલ કેસની વિગત

મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા લેવાયેલ નમૂના નાપાસ જાહેર થતા FSSA-૨૦૦૬ ની કલમ-૬૮ તથા તે હેઠળના નિયમ-. મુજબ કસુરવાર થયે માન. એજયુડીકેટીંફગ ઓફિસર (RAC-ADM  રાજકોટ શહેર) સમક્ષ દાખલ કરવામાં આવતા એજયુડીકેશન કેસની વિગતો નીચે મુજબ છે.

૧) રાજકોટ શહેરના બજરંગ ચોક, ચંદ્રેશનગર મે. રોડ વિસ્તારમાં આવેલ 'શ્રી રામવિજય કિરાણા ભંડાર'માંથી લીધેલ  : કાજુ (લૂઝ) નમૂનો અને (ર) રાજકોટ શહેરના પી-૧૭, સોમનાથ ઇન્ડ એરીયા, શેરી નં૪, પુજા એન્જી પાસે કોઠારીયા ગામ વિસ્તારમાં આવેલ 'સહજ ફુડ પ્રોડકટ'માંથી લીધેલ : ટોફુ-સોયા પનીર (લૂઝ) નમૂનો લેબોરેટરી ના પૃથ્થકરણ રીપોર્ટ અન્વયે 'સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવેલ. તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ નામદાર એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સમક્ષ એજયુડીકેશન કેસ દાખલ કરવામાં આવેલ.

(3:15 pm IST)