Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રભારીપદે મહેન્દ્રભાઈ પટેલને આવકારતા કાનગડ-નાયક-પટેલ

રાજકોટ, તા. ૧૦ :. પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મહામંત્રી મયંકભાઈ નાયક અને સનમભાઈ પટેલ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રભારી તરીકે મહેન્દ્રભાઈ પટેલની નિયુકિતને આવકારી અભિનંદન પાઠવેલ છે. બક્ષીપંચ મોરચાના નવનિયુકત પ્રદેશ પ્રભારી મહેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બક્ષીપંચ મોરચો પાર્ટીના સંગઠનનો વ્યાપ વધારી બક્ષીપંચ વર્ગને કેન્દ્ર તથા રાજ્ય સરકારની લોકહીતકારી અને લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે માટે સેતુરૂપ ભૂમિકા ભજવશે તેવી શુભેચ્છાસહ અભિનંદન પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મહામંત્રી મયંકભાઈ નાયક અને સનમભાઈ પટેલે પાઠવેલ હતા.

પ્રદેશ પ્રભારીઓની નિયુકિતને આવકાર

પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ રાજુભાઈ અઘેરા, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી હારૂનભાઈ શાહમદાર તેમજ પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજી દ્વારા પ્રદેશના વિવિધ મોરચાના પ્રદેશ પ્રભારીઓની નિયુકિત કરવામાં આવેલ છે, ત્યારે વિવિધ મોરચાના નવનિયુકત પ્રદેશ પ્રભારીઓની નિયુકિતને આવકારતા પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર, પ્રદેશ કિસાન મોરચાના પ્રભારી જયંતીભાઈ કવાડીયા, પ્રદેશ લઘુમતી મોરચાના પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા સહીતના અગ્રણીઓને અભિનંદન પાઠવેલ છે.

(3:25 pm IST)