Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ધો.૧ થી૧ર તથા એન્જીનીયરીંગ-ટેકનોલોજી ક્ષેત્રે અભ્યાસ-સંશોધન માટે શિષ્યવૃતિ

કોરોના મહામારી દરમ્યાન માતા કે પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ઉપલબ્ધ : ઇલેકટ્રીકલ એન્જીનીયરિંગમાં એમ.ટેક/એમ.ઇ.ડીગ્રી ધારકો તથા બી.ઇ./બી.ટેકના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફેલોશીપ

રાજકોટ તા. ૧૧ : માહિતી અને જ્ઞાનના આજના ફાસ્ટફોરવર્ડ જમાનામાં શિક્ષણ અનિવાર્ય બની ગયું છે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે હાલનું યુવાધન સતત આતુર હોય છે. દિવસે-દિવસે શિક્ષણ ક્ષેત્રે નવા-નવા કોર્ષીસ અને વિવિધ ક્ષિતિજો પણ ખૂલતી જાય છે. કારકિર્દિલક્ષી અને સમાજોપયોગી શિક્ષણ મેળવવા માટે તથા સંશોધન કરવા માટે ઉપલબ્ધ સ્કોલરશીપ-ફેલોશીપ ઉપર એક નજર કરીએ તો...

 ડીજીટલ ભારતી કોવિડ સ્કોલરશીપ ર૦ર૧-રર અંતર્ગત જે બાળકોના માતા-પિતામાંથી કોઇ એકનુ કોરોના મહામારી દરમ્યાન દુઃખદ અવસાન થયું હોય અથવા તો કોરોના સંકટને કારણે જે બાળકો પોતાનું શિક્ષણ ચાલુ રાખવા આર્થિક સહયોગ ઇચ્છતા હોય તેઓ તારીખ ૩૧/૭/ર૦ર૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છ.ે

-અરજી કરવા માટેની પાત્રતા

ધોરણ ૧ થી ૧ર સુધીના જે ભારતીય વિદ્યાર્થીઓના માતા-પિતામાંથી કોઇ એકનું ફેબ્રુઆરી ર૦ર૦ પછી દુઃખદ અવસાન થયું હોય તેઓ આ સ્કોલરશીપ માટે અરજી કરી શકે છે.પસંદ થનાર ઉમેદવારોને મુખ્ય એડ-ટેક કંપનીઓનું એજયુકેશનલ સબસ્ક્રીપ્શન્સ તથા ટેબલેટ/લેપટોપ એકસેસ કરવા માટે વાઉચર મળવાપાત્ર થશે.

www.b4s.in/akila/DBCS1

 VNIT નાગપુર ડીપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ જુનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૧ અંતર્ગત વિશ્વેશ્વરૈયા  નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી નાગપુર દ્વારા એમ.ટેક./એમ.ઇ.ડીગ્રી ધારકોને માસિક ૩પ હજાર રૂપિયા તથા HRA રૂપે ફેલોશીપ આપવામાં આવશે.ઉમેદવારોએ તા.૧૮/૬/ર૦ર૧સુધીમાં ઓનલાઇન અથવા ઇ-મેઇલ દ્વારા અરજી કરવાની છે પસંદ થનાર ફેલોએ ''હાઇલી એફીસીયન્ટ એન્ડ રીલાયેબલ સોલીડ સ્ટેટ ટ્રાન્ફોર્મર ફોર ફયુચર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક વિથ રીન્યુએબલ એનર્જી સપોર્ટ'' નામના ફેડેડ રીસર્ચ પ્રોજેકટ ઉપર કામ કરવાનું થશે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારો પાસે ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગમાં એમ.ટેક/એમ.ઇ.ની ડીગ્રી હોય અને પાવર ઇલેકટ્રોનિકસ/ઇલેકટ્રીકલ ડ્રાઇઝ/પાવર સિસ્ટમ/કંટ્રોલ સિસ્ટમ અથવા તેમને સમકક્ષ સ્પેશયલાઇઝેશન હોય તેઓ અરજીપાત્ર છે ઉમેદવારોએ પાવર ઇલેકટ્રોનીક કન્વર્ટર્સના હાર્ડવેર અને કંટ્રોલર ડીઝાઇનમાં ગેટ પરીક્ષા પાસ કરેલ હોવી જરૂરી છે તથા તેઓ પાસે પ્રાયોગિક જ્ઞાન હોવું જોઇએ છે UG તથા PG માં પ્રથમ ડીવીઝન પ્રાપ્ત કરનારને પ્રાયોરીટી આપવામાં આવશે. તેઓ પાસે મેપ્લેબ, PSIM, PCB ડીઝાઇન સોફટવેર તથા માઇક્રો કંટ્રોલર/ડીજીટલ સિગ્નલ કંટ્રોલર/FPGA માં પ્રોફીસીયન્સી, એનાલીસીસ કરવાની સારી આવડત અને કોમ્પીટન્ટ રાઇટીંગની આવડત હોવી જરૂરી છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/NJF7

 DXC પ્રોગ્રેસિંગ માઇન્ડસ સ્કોલરશીપ ર૦ર૧ અંતર્ગત DXC ટેકનોલોજી CS/ITEE/EC સ્ટ્રીમમાં બી.ઇ./બી.ટેકના પ્રથમ વર્ષમાં ભણતા સમાજના વંચિત વર્ગોના તેજસ્વી વિદ્યાર્થીઓ પાસેથી ૧પ/૬/ર૦ર૧ ની અંતિમ તારીખ સાથે ઓનલાઇન અરજી મંગાવે છે.પસંદ થનાર વિદ્યાર્થીઓને કુલ ફીના પ૦ ટકા અથવા પ્રતિવર્ષ ૪૦ હજાર રૂપિયા બંનેમાંથી જે ઓછુ હશે તે મળવા પાત્ર થશે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષ ર૦ર૧-રરમાં CS/IT/EE/EC સ્ટ્રીમમાં બી.ઇ./બી.ટેક કોર્ષના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છ.ે અને જેઓના પરિવારની કુલ વાર્ષિક આવક ૪ લાખથી નીચે હોય તેઓ અરજીપાત્ર છે.

ઉપરાંત તેઓએ છેલ્લા ધોરણ (કક્ષા)માં ઓછામાં ઓછા ૬૦ ટકા મેળવેલ હોવા જોઇએ અને ઉમેદવાર ૬ હજાર રૂપિયા પ્રતિવર્ષ અથવા તેનાથી વધુ કોઇ અન્ય સ્કોલરશીપ મેળવતાહોવા જોઇએ નહી. DXC બડી ૪ સ્ટડી કર્મચારીઓના બાળકો આ પ્રોગ્રામ માટે અરજીપાત્ર નથી.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/DXC1

ઉચ્ચ શિક્ષણ તથા સોનેરી ભવિષ્ય માટે હાલમાં જીવનોપયોગી સ્કોરશીપ મળી રહી છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા, રાખીને જલ્દીથી અરજી કરી છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપેજ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(3:27 pm IST)