Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

તમામ કોલેજમાં રસીકરણ કેમ્પ યોજવા સીન્ડીકેટ સભ્ય નેહલ શુકલ-મેહુલ રૂપાણીની રજુઆત

યુવાનોમાં ઝડપથી રસીકરણ કરવા મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીને વિસ્તૃત રજુઆત

રાજકોટ તા. ૧૦: કોરોનાની બીજી તિવ્ર લ્હેર બાદ સમગ્ર દેશમાં રસીકરણ કામગીરી ઝડપથી આગળ વધે તે માટે સરકાર અને ખાનગી સંસ્થાઓએ કવાયત હાથ ધરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્ય નેહલ શુકલ, મેહુલ રૂપાણીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વિસ્તૃત રજુઆત કરીને જણાવ્યું છે કે યુવાનોને ઝડપથી રસી મળે અને કોરોનાથી સુરક્ષીત બને તે માટે કોલેજમાં જ રસીકરણ કેમ્પ યોજવો જોઇએ.

શુકલ અને રૂપાણીએ રજુઆતમાં જણાવ્યું કે આગામી દિવસોમાં પરીક્ષા અને નવા શૈક્ષણીક સત્ર માટે નવી વ્યવસ્થા ઉભી થઇ શકે તે માટે રસીકરણ ખુબ જરૂરી છે. રાજય સરકાર આ અંગે તુરંત યોગ્ય કરવું જોઇએ.

(3:28 pm IST)