Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

શિક્ષણ સહાયકોની ભરતી માટે ડોકયુમેન્ટ વેરીફીકેશન

રાજકોટ : ગુજરાત રાજય સરકાર દ્વારા ગ્રાંટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી અન્વયે કુલ -૩૪પર જેટલી રાજયભરની જગ્યાઓ માટે ઉમેદવારોનું ડોકયુમેન્ટ વેરીફીકેશન થશે. કુલ -૧ર૮૦૮ ઉમેદવારો પૈકીના ૪૮પ ઉમેદવારોનું રાજકોટમાં શ્રી કરણસિંહજી હાઇસ્કુલ પાસ, રાજકોટ જિલ્લાનું વેરીફીકેશન ૧૦,૧૧,૧ર જુન-ર૦ર૧ ના ત્રણ દિવસ  ચાલશે. ઉમેદવારોના અરજીના આધારો અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી અને મેરીટની ગણતરી તેમજ ખરાઇ કરવામાં આવશે. એક બેચમાં ૬૦ જેટલા ઉમેદવારોને બે-બે કલાકના સમયગાળામાં બોલાવવામાં આવ્યા છે. ડી.ઇ.ઓ. કચેરીનો અને અન્ય સ્ટાફ મળી ૩૦ જેટલા કર્મચારીઓને આ કામગીરીમાં રોકવામાં આવ્યા છે. વર્ગ-ર ના ૬ અધિકારીઓ સહિત ટીમ દ્વારા આ કામગીરી ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

(3:30 pm IST)