Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

આજીડેમે 'રામવન' માટે કિશાન ગૌ-શાળાની કપાતમાં માથાકુટઃ સમજાવટ બાદ સ્વૈચ્છિક ડીમોલીશન

ડી.પી.રોડ પર ગૌ-શાળાના પતરાના શેડ દુર કરવા બાબતે અધિકારીઓ-ગૌશાળા સંચાલકો વચ્ચે રકઝક થયેલઃ શાસક પક્ષ નેતા વિનુભાઇ ધવાની દરમિયાનગીરીથી આજે ગૌ-શાળાના શેડ દુર કરી લેવાયા

રાજકોટ તા.૧૦ : મ.ન.પા.દ્વારા આજીડેમ ખાતે નિર્માણ થઇ રહેલ વિશાળ 'રામવન' માટે જમીન સંપાદન કરવા અંગે આ સ્થળે આવેલ કિશાન-ગૌશાળાના સંચાલકો અને મ.ન.પા.ના અધિકારીઓ વચ્ચે ગઇ સાંજથી માથાકુટ ચાલતી હતી દરમિયાન શાસકપક્ષ નેતા વિનુભાઇ ધવાએ સ્થળ પર જઇ અને દરમિયાનગીરી કરતા મામલો થાળે પડયો હતો અને આજે સવારથી ગૌ-શાળાના સંચાલકોએ કપાતમાં આવતા પતરાના શેડ જાતે દુર કરવાનુ શરૂ કર્યુ હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ 'રામવન' માટેના ડી.પી.રોડની કપાતમાં કિશાન-ગૌશાળાના ૬૦૦ ફુટમાં કેટલાક પતરાના શેડની કપાતમાં આવત ાજેના ડિમોલીશન માટે મ.ન.પા.ના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોચ્યા હતા.

પરંતુ ગૌ-શાળાના સંચાલકોએ આ જગ્યા કલેકટરે સુપ્રત કરેલી હોવાની દલીલો કરી હતી. અને સામે પક્ષે અધિકારીઓએ પણ આ જગ્યામાં ડી.પી.રોડ માટે ૬૦૦ ફુટ જેટલી જમીન કપાત થતી હોવાની દલીલો કરી હતી આમ બંને પક્ષે માથાકુટના દ્રષ્યો સર્જાયા હતા.

આ દરમિયાન શાશક પક્ષ નેતા વિનુભાઇ ધવાને આ ડખ્ખાની જાણ થતા તેઓએ સ્થળ પર જઇ અને ગૌ-શાળાના સંચાલકોને જમીન કપાત અંગે સાચી સમજણ આપીહતી અને જો ગૌ-શાળાના સંચાલકો જાતેજ કપાતની જમીન ખુલ્લી કરી આપશે તો નુકશાની નહી થાય તેવી સમજણ આપતા અંતે આજે સવારથી ગૌ-શાળાના સંચાલકોએ જાતેજ પતરાના શેડ ખોલીને સ્વૈચ્છીક રીતે કપાતની જગ્યા ખૂલી કરી હતી.

(4:01 pm IST)