Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી IQAC ના ડાયરેકટ તરીકે ગીરીશ ભીમાણી-સંયોજકપદે પ્રો. સમીર વૈદ્ય

ગીરીશ ભીમાણીની IQAC માંથી મુકિતનો અસ્વીકાર : ફરી મહત્વની જવાબદારી સોંપાઇ

રાજકોટ, તા. ૧૦ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આઈ.કયુ.એ. સી. ની ૧૭મી મીટીંગ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

આ મીટીંગમાં આઈ.કયુ.એ.સી. ના ડાયરેકટર પદેથી ડો. ગીરીશભાઈ ભીમાણી એ મુકત કરવા રજુઆત કરી હતી, જેનો સમગ્ર આઈ.કયુ.એ.સી.ના સભ્યોએ અસ્વીકાર કરેલ હતો અને સમગ્ર આઈ.કયુ.એ.સી. કમીટીએ સર્વાનુમતે આઈ.કયુ.એ.સી.ના ડાયરેકટર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વરિષ્ઠ સિન્ડિકેટ સભ્ય અને સાયન્સ ફેકલ્ટીના ડીનશ્રી ડો. ગીરીશભાઈ ભીમાણી તથા કો-ઓર્ડીનેટર તરીકે ગણિતશાસ્ત્ર ભવનના અધ્યક્ષશ્રી ડો. સમીરભાઈ વૈદ્યની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી એ આઈ.કયુ. એ.સી.ના નવનિયુકત  ડાયરેકટરશ્રી ડો. ગીરીશભાઈ ભીમાણી તથા કોઓર્ડીનેટર ડો. સમીરભાઈ વૈદ્યને શુભેચ્છાઓ પાઠવી.

(4:02 pm IST)