Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ઢેબર રોડ નાગરિક બેંક ચોકથી બસ સ્ટેન્ડ સુધીનો વન-વે દૂર કરો : સુરેન્દ્રસિંહ વાળા

મક્કમ ચોકથી ગોંડલ ચોક બ્રિજ સુધી ટ્રાફિકની સમસ્યા સહિતના પ્રશ્ને યોગ્ય કરવા મ.ન.પા.ના શાસકપક્ષના દંડક દ્વારા પોલીસ કમિશ્નરને રજુઆત

રાજકોટ,તા. ૧૦: શહેરના ઢેબરભાઈ રોડ નાગરિક બેંક ચોકથી બસ સ્ટેન્ડ સુધી વન-વે આવક દુર કરવા તથા ગોંડલ રોડ પી.ડી.માલવીયા કોલેજ ઓવરબ્રિજ પુલ પાસે ટ્રાફિક સમસ્યા સહિતના વિવિધ પ્રશ્ને યોગ્ય કરવા શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને મ્યુ.કોર્પોરેશનના શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આ અંગે સુરેન્દ્રસિંહ વાળાએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું.નાગરિક બેંક ચોકથી વન-વે હોવાથી ટ્રાફિક મક્કમ ચોકમાં ડાયવર્ટ થાય છે. મક્કમ ચોકથી ગોંડલ ચોક બ્રિજ સુધી ટ્રાફિકની સમસ્યા ગંભીર ઉદભવે છે. તેમજ પુલ પર વાહનોના થપ્પા થાય છે. ઢેબરભાઈ રોડ ફોર ટ્રેક રોડ છે. વ્યાપારીઓની પણ ઘણા સમયથી ફરિયાદ છે. જે ધ્યાને લઇ, ઢેબરભાઈ રોડ પર નાગરિક બેંક ચોકથી બસ સ્ટેશન સુધી વનવે આવક દુર કરવી જરૂરી છે. તેમજ પી.ડી.માલવીયા કોલેજ ગોંડલ રોડ જયાં ઓવરબ્રિજ પુલ છે જે મક્કમ મોટર ગેરેજ નાગરિક બેંક સાથે સંકળાયેલ છે. જયાં ટ્રાફિકની સમસ્યા વધારે છે તેમજ નાગરિક બેંક ચોકથી લોધાવાડ ચોક સુધી પહોંચવા ખુબ જ સમય લાગે છે તેમજ ટ્રાફિક પોલીસ પણ પૂરતું ધ્યાન આપવાની ફરિયાદ છે.

વધુમાં સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતુ કે, તા.૨ જૂનથી પ્રવાસી જનતા માટે તેમજ રાજકોટ શહેર માટે ઢેબરભાઈ રોડ ખાતે આવેલ અને અંતમાં એટલું જ કે, જે તે વખતે ઉપરોકત જાહેરનામું પડેલ હતું અને હવે નવું બસસ્ટેન્ડ ચાલુ થઇ થયેલ હોય તો ઉપરોકત જાહેરનામું તાત્કાલિક રદ કરવું. પ્રવાસીઓ તથા આજુબાજુ શહેરના ગામડાઓથી ખરીદી અર્થે આવતા શહેરીજનતાનાં વાહનોને ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે વાંચન ક્રમાંક(૨) અન્વયે પ્રસિદ્ઘ કરેલ ફોરવ્હીલ વાહનો માટે અવરજવર કરવા માટેની છુટ આપતું જાહેરનામું રદ કરવામાં આવે છે, તો સ્પષ્ટપણે જણાવવાનું કે, એ જયારે નવનિર્મિત મુખ્ય બસસ્ટેન્ડ ખુલ્લું મુકાયેલ છે તો એ જાહેરનામું રદ કરવા તેમજ વ્યાપારીઓની લાગણીને ધ્યાનમાં રાખી આ જાહેરનામું રદ કરવા અને વાહનો માટે ખુલ્લું તથા તે જગ્યા પર ટ્રાફિક બંદોબસ્ત સહિતની સમસ્યા ઉકેલવા યોગ્ય કરવા માંગ કરી છે.

(4:03 pm IST)