Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

શહેરમાં બપોર સુધીમાં કોરોનાના માત્ર ૮ રિપોર્ટ પોઝિટિવ

શહેરનો કુલ આંક ૪૨,૪૩૯એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૧,૫૮૫ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૦૨ ટકા થયો

રાજકોટ તા.૧૦: રાજકોટ સહિત સમગ્ર દેશમાં છેલ્લા ૧૫ માસથી હાહાકાર મચાવનાર કોરોનાની બીજી લહેર ઘાતક રૂપ સાબિત થઇ હતી. છેલ્લા બે  સપ્તાહથી કોરોનાનાં મૃત્યુ આંક અને કેસમાં  ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જયારે શહેરમાં બપોર સુધીમાં માત્ર ૮ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૮  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૪૩૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૧,૫૮૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૯૯૪ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૨૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૩૫ ટકા થયો  હતો. જયારે ૧૯ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૧૧,૬૦,૮૬૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૪૩૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૬૬ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૦૨૩ ટકા એ પહોંચ્યો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ  ૬૭૩  દર્દીઓ સારવાર હેઠળ છે.

(4:09 pm IST)